મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ન જાય તે માટે શિક્ષણ તંત્રએ કમર કસી

- text


વેકેશન બાદ સરકારી શાળાના વિદ્યાર્થીઓ સરકારી જ શાળામાં ભણે તે માટે રિઝલ્ટના દિવસે આચાર્યો નજીકની સરકારી સ્કૂલમાં જઈને એડમિશન પ્રક્રિયા હાથ ધરશે

મોરબી : મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં અત્યારે વેકેશન પડી ગયું છે.ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં સરકારી શાળાના વિધાર્થીઓ સરકારી શાળામાં જ શિક્ષણ મેળવે તે માટે શિક્ષણ તંત્રએ કમર કસી છે. અને રિઝલ્ટના દિવસે જ સરકારી શાળાઓના પ્રિન્સિપાલો આગળ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને નજીકની સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં જઈને એડમિશન પ્રક્રિયા હાથ ધરશે

મોરબી જિલ્લાની સરકારી ખાનગી મળીને તમામ શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૃરી થઈ ગઈ હોવાથી વેકેશન પડ્યું છે. બે ત્રણ દિવસમાં તમામ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટ પણ આવી જશે.જોકે આ શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને વિધાર્થીઓ આગળ અભ્યાસ માટે હાઈસ્કૂલમાં જતા હોય છે અને કેટલાક વાલીઓ પણ પોતાના સંતાનોને ખાનગી શાળામાં એડમિશન આપવા ઇચ્છતા હોય છે.તેથી સરકારી શાળાનું સ્તર જળવાઈ રહે તે માટે સરકારી શાળાના બાળકો સરકારી સ્કૂલમાં ભણે તે માટે ડી ઇ.ઓ.સોલંકી અને ડી.પી.ઓ.મયુર પારેખે ભારે કમર કસી છે અને રિઝલ્ટના દિવસે જ પ્રિન્સિપલ નજીકની સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓના એડમિશન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.આ ઉપરાંત મોરબી જિલ્લાની સરવડ માટેલ સહિત ત્રણ કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયની કુલ 200 જેટલી વિધાર્થીનીઓ છે.જેમાંથી ધો.8ની વિધાર્થીનીઓને મોડલ સ્કૂલમાં પ્રવેશ મેળવે તેવા પ્રયાસો હાથ ધરાશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text