હાડકાના દરેક પ્રકારના ઓપરેશન માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન

- text


માં અમૃતમ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ ધારકો નિઃશુલ્ક ઓપરેશન કરાવી શકશે

મોરબી : શ્રી સત-સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ, સાર્વજનિક જનરલ હોસ્પિટલ તેમજ આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા હાડકાની કોઈ પણ પ્રકારની સમસ્યા માટે કરવા પડતા ઓપરેશન માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હાડકાને લગતા તમામ ઓપરેશન બિલકુલ વિના મૂલ્યે કરવામાં આવશે.

આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે તારીખ 5/5/2019ને રવિવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલનારા આ નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ મુખ્યમંત્રી અમૃતમ (માં કાર્ડ) તેમજ આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ માટે યોજવામાં આવ્યો છે. ઓપરેશન કરાવવા માંગતા જે દર્દીઓ પાસે આ બન્નેમાંથી કોઈ પણ કાર્ડ ન હોય તેવા દર્દીઓને કાર્ડ કઢાવવા બાબત માર્ગદર્શન પણ આપવામાં આવશે.

આ કેમ્પમાં જુના ફ્રેક્ચરના ઓપરેશનની નિઃશુલ્ક સારવાર સહિત અગાઉ કરાવેલા ઓપરેશનમાં રહેલી તકલીફ દૂર કરવાની સારવાર, ઓપરેશન બાદ ઉદ્દભવેલી તકલીફના નિરાકરણની સારવાર, ઓપરેશન બાદ હડકાનું ન જોડાવવું, ઓપરેશન બાદ રસી થઈ જવી, ઓપરેશન કરીને બેસાડેલા પ્લેટ કે સરિયા તૂટી જવા કે શરીરમાંથી બહાર આવી જવા કે પછી ઓપરેશન પછી રહેતા અસહ્ય દુઃખાવા જેવી તમામ તકલીફોનું વિના મૂલ્યે નિરાકરણ કરવામાં આવનાર છે. આ કેમ્પમાં ઓપરેશન, દવા, રીપોર્ટ, એનેસ્થેસિયા સહિતની દરેક જરૂરિયાત બીલકુલ નિઃશુલ્ક છે. સાંધો બદલવવાના ઓપરેશનમાં જોન્સન એન્ડ જોન્સન કંપનીનો અત્યંત આધુનિક અને ઈમ્પોર્ટડ સાંધો બેસાડી આપવામાં આવે છે. ઉપરોક્ત કોઈ પણ જાતની હાડકાની તકલીફ માટે આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા મો.નં. 9228 108 108 ઉપર નામ રજીસ્ટર્ડ કરાવવું જરૂરી છે. કેમ્પમાં જતા સમયે જુના એક્સરે, રિપોર્ટ વગેરેની ફાઇલ સાથે લઈ જવી જરૂરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text