મોરબીના માધાપર વિસ્તારમાં ગટરની ગંદકી ઓવરફ્લો : સ્થાનિકો ત્રસ્ત

- text


છેલ્લા કેટલાક સમયથી ગટરની ગંદકી શેરીઓમાં વહેતી હોવા છતાં તંત્ર તાબોટા જ પાડયે રાખતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં ગટરની ગંદકી સતત ઓવરફ્લો થઈ રહી છે. ગટરની ગંદકી માધાપર વિસ્તારની શેરીઓમાં ફરી વળતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જન આરોગ્ય માટે ખતરા રૂપ આ ગંભીર બાબતે તંત્રની ઉંઘ ન ઉડતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તંત્રના પાપે ગટર ઉભવવાની સમસ્યા વકરી રહી છે અને માધાપર વિસ્તારની શેરીઓમાં ગટરના અતિશય દુર્ગધ મારતા ગંદા પાણી ફરી વળ્યાં છે. આખી શેરીઓમાં ગટરના દૂષિત પાણી વહેતા હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કારણકે ઘરની બહાર જવા માટે શેરીઓમાં વહેતા ગંદા પાણી માંથી જ ચાલીને જવું પડે છે અને ઉભરાતી ગટરને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉદ્દભવ્યો છે. આ ગટર પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવા છતાં આ ગંભીર પ્રશ્ન ઉકેલવાને બદલે તંત્ર આંખ આડા કાન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર વહેલી તકે આ ગટરનો પ્રશ્ન હલ કરે તેવી માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

                                                  

- text