મોરબીના વાઘપરા વિસ્તારમાં પાણી પ્રશ્ને મહિલાઓની પાલિકામાં ઉગ્ર રજુઆત

- text


છેલ્લા 15 ફિવસથી પાણી ન આવતા મહિલાઓને પડતી હાલાકી : પાલિકા તંત્રએ પાણી પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી

મોરબી : મોરબીના વાઘપરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા આજે આ વિસ્તારની મહિલાઓ રજુઆત માટે પાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને પાણી પ્રશ્ને ભોગવવી પડતી મુશ્કેલીઓ અંગે ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારે પાલિકા તંત્રએ તેમના વિસ્તારનો પાણી પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.

મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતી મહિલાઓ આજે પાણી પ્રશ્ને રજુઆત કરવા મોરબી પાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને પાલિકા તંત્ર સમક્ષ મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી હતી કે, મોરબીના વાઘપરા વિસ્તારની શેરી નંબર 13માં છેલ્લા 15 દિવસથી પાણી પૂરતા ફોર્સથી આવતું જ નથી જેને કારણે પાછળની શેરીમાં પાણી આવતું નથી. પાણી ન આવવાથી આ વિસ્તારની મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને પાણી માટે જ્યાં ત્યાં રઝળપાટ કરવો પડે છે. જોકે આ પાણી પ્રશ્ને અગાઉ અનેકવાર રજુઆત કરી છે. છતાં પાણી પ્રશ્ન યથાવત રહ્યો છે. તેથી મહિલાઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આજે આ મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી. તેથી પાલિકા તંત્રએ તેમના વિસ્તારના પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ગતવર્ષે ચોમાસુ નબળું રહ્યું હતું તેમ છતાં પણ મોરબીના મચ્છુ ડેમમાં જુલાઈ સુધી ચાલે તેટલું પાણી છે. એટલે ચોમાસુ આવી જ્યાં ત્યાં સુધી પાણીની સ્થતિમાં કોઈ વાંધો આવે તેમ નથી. ત્યારે જે તે વિસ્તારમાં પાણીની ઉઠતી સમસ્યા બાબતે પાલિકા તંત્ર પાણી વિતરણ વ્યવસ્થાનું સુચારુ આયોજન ગોઠવે તેવી લોકોએ માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text