ટંકારા : ઉમિયા પરિવાર સમુહલગ્નની તૈયારીનો ધમધમાટ, વ્યવસ્થાને અપાતો આખરી ઓપ

- text


ટંકારા : અખાત્રીજના દિવસે તારીખ 7/5/2019ને મંગળવારે ટંકારા સ્થિત ઓરપેટ કન્યા છાત્રાલયના પટાંગણમાં પાટીદાર સમાજનો સાતમો શાહી સમુહલગ્નોત્સવ ઉજવાવવા જઈ રહ્યો છે ત્યારે પૂર્વ તૈયારીનો ધમધમાટ તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે.

આ શાહી સમુહલગ્નોત્સવમાં 45 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઇ રહ્યા છે. લગ્નોત્સવ દરમ્યાન રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ પક્ષીની જાળવણીનું મહત્વ જેવી વિવિધ થીમ રજૂ થનાર છે. આ શુભ પ્રસંગે સંતો, મહંતો, સામાજિક – રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. બગથળા આશ્રમના મહંત દામજીભગત નવ યુગલોને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેનાર છે. જી.ટી.પી.એલની સિટી વિઝન ચેનલ નંબર 100 પર આ સમગ્ર આયોજનનું જીવંત પ્રસારણ થનાર છે.

પાછલા 6 વરસથી આયોજિત થતા શાહી સમૂહલગ્નને માણવા શહેરીજનો પણ ઉત્સાહિત રહે છે. ત્યારે ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદભાઇ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ઘોડાસરા, પ્રમુખ હીરાભાઈ ફેફર, ઉપપ્રમુખ દિપકભાઈ સુરાણી, વલ્લભભાઈ જીવાણી, મંત્રી રમેશભાઈ કૈલા, ગોરધનભાઈ ચીકાણી, ડાયાલાલ બારૈયા, કેશુભાઈ જીવાણી, વિનોદભાઈ સુરાણી, વાત્સલ્ય મનીપરા તેમજ સમગ્ર ટિમ દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text