20 મેથી હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ દ્વારા વિશેષ દંપત્તિ શિબિરનું આયોજન

- text


તારીખ 26 મેથી 30 મે સુધી મહિલા શિબિર પણ યોજાશે

મોરબી : તારીખ 20 મેથી 24 મે દરમિયાન પતંજલિ યોગપીઠ દ્વારા હરિદ્વાર મુકામે વિશેષ દંપત્તિ શિબિર તથા તારીખ 26 મેથી 30 મે સુધી વિશેષ મહિલા શિબિરનું આયોજન સ્વામી રામદેવ મહારાજના સાન્નિધ્યમાં કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં આદર્શ સંતાનપ્રાપ્તિ માટે સોળ સંસ્કારોની પરંપરાનું શિક્ષણ, મહાન આત્માના પૃથ્વી પર અવતરણ માટે આદર્શ માતા પિતાની ભૂમિકા અને મહાપુરુષોના નિર્માણ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરનો લાભ મોરબી જિલ્લામાંથી કોઈ પણ દંપત્તિ લેવા માગતું હોય તો તેમને રણછોડભાઈ જીવાણી (9909202833), ભારતીબેન રંગપરીયા (9825725222) અને સંજયભાઈ રાજપરા (9825329722)નો સંપર્ક કરવા માટે પતંજલિ યોગ સમિતિ-મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text