મોરબી : ફર્સ્ટ સ્ટેપ પ્રિ સ્કૂલનો વાર્ષિક અને પદવીદાન સમારોહ યોજાયો

- text


સ્કૂલના તેજસ્વી છાત્રોને યુની.જેવી પદવી એનાયત કરાઈ

મોરબી : મોરબીની ફર્સ્ટ સ્ટેપ પ્રી સ્કૂલના ત્રીજા વર્ષ નિમિતે વર્ષીકોત્સવ અને પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્કૂલના તેજસ્વી છાત્રોને યુનિવર્સિટીમાં મળે તેવી પદવી એનાયત કરવામાં આવી હતી.

મોરબીમાં બે દાયકા થી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ દંપતિ એટલે દિલીપસિંહ જાડેજા અને સીમા જાડેજા ની સંસ્થા ફર્સ્ટ સ્ટેપ પ્રિ સ્કૂલ બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમા પ્રવેશ કર્યો છે.ત્યારે સંસ્થાનો પ્રથમ વાર્ષિકોત્સવ અને પદવીદાન સમારોહ તાજેતરમાં યોજાઈ હતો. પ્રિ સ્કૂલના છેલ્લા વિભાગમા આવતા બાળકોને યુનિવર્સિટીમાં મળે તેમ પદવી એનાયત કરવામાં આવી હતી.સાથે સાથે તમામ બાળકોએ જુદીજુદી કૃતિઓ રજૂ કરીને સોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા દિલીપસિંહ જાડેજા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હત. કાર્યક્રમમા વાલીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text