પાનેલી- મકનસર પાણી પુરવઠા યોજનાનું કાલે શનિવારે ભૂમિપૂજન

- text


કેબિનેટ મંત્રી બાવળિયા અને સાંસદ કુંડારીયા રહેશે ઉપસ્થિત

મોરબી : મોરબી તાલુકામાં પાનેલી- મકનસર પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે શનિવારના રોજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે.

કાલે તા. ૨ ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સંસદ સભ્ય મૉહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને પાનેલી રોડ પર આરગિલ કારખાના સામે પાનૅલી મકનસર‌ પાણી પુરવઠા યોજનાનો ભુમી પુજન કાર્યક્રમ યોજાશે. આ યોજનાથી પાનેલી,મકનસર,જાબુડીયા, લખધીરપુર, ગીડચ, કાલીકાનગર, બંધુનગર જૉધપર ગામને કેનાલના પાણીનો સીધૉ લાભ મળશે. આ તકે ઉપસ્થિત રહેવા ગ્રામજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text