મોરબી : બાળકો પાસે મજૂરી કરાવતા બે કારખાનેદારો પોલીસની ઝપટે

- text


બાળ મજૂરી કોની મજબૂરી ? બાળકોની કે ઉધોગકારોની ?

મોરબી: મોરબી પંથકમાં વધતા ઉધોગો સાથે બાળકો પાસે મજુરીનું કરાવવાનું દુષણ પણ વકરી રહ્યું છે. પુખ્ત મજૂર કરતા બાળ મજૂરો ઓછા પગારે કામ કરતા હોવાથી સીરામીક ઉધોગ સહિત અન્ય ધંધામાં પણ બાળકોને નોકરીએ રાખવાની લાલચ ઉદ્યોગકારો રોકી શકતા નથી. બાળકો અને સગીરોને કોઈ પણ પ્રકારના શ્રમ આધારિત કાર્યો કરાવવા એ ભારતીય દંડ સંહિતામાં ગુન્હો બને છે એ જાણતા હોવા છતા છાને ખૂણે બાળકો પાસે વેઠીયાપણું કરાવાય છે.

- text

અનેક કારખાનાઓમાં બાળ મજુરો રાખવામાં આવતા હોય છે જેમાં તાજેતરમાં સરકારી શ્રમ અધિકારીએ બે કારખાનેદાર સામે બાળ મજુર રાખવા અંગે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના સરકારી શ્રમ અધિકારી કુણાલ શાહે બી.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જુના ઘૂટું રોડ પર આવેલ એકોર્ડ સિરામિક ફેક્ટરીના સંચાલક ચતુર માવજી સરડવા અને ચેતન ગણેશ ફેફરે કારખાનામાં નાની ઉંમરના બાળકોને કામે રાખીને કાયદાનો ભંગ કર્યો હોય અને તપાસ દરમ્યાન બે બાળ મજુરો મળી આવતા તેનો છુટકારો કરાવ્યો હતો. બંને કારખાનેદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે
બી.ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ છે.

- text