મોરબી: મેલડી માતાના મંદિરની દાનપેટી ચોરનાર રંગે હાથ ઝડપાયો

- text


પોલીસે નહિ, ફાયરબ્રિગેડની ટીમે આરોપીને ઝડપ્યો

મોરબી: મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે. શિયાળાની કડકડતી ઠંડીનો ભરપુર લાભ લઈ તસ્કરો નિયમિત રીતે ચોરીની વારદાતને અંજામ આપી રહ્યા છે. જ્યારે બીજી તરફ પોલીસની ટીમો ઠંડીમાં પેટ્રોલિંગ કરવાને બદલે ઠીંગરાઇને બેસી રહેતી હોય એ ગત રાત્રે બનેલા એક બનાવથી સ્પષ્ટ થઈ ગયું છે.
ગાંધીચોકના મેલડી માતાના મંદિરમાંથી સમુચી
દાનપેટીની ચોરી થઇ છે.
મેલડી માતાના મંદિરની દાનપેટી એક યુવાન દ્વારા ગત રાત્રીના ચોરી કરવામાં આવી હતી. જોકે મોરબી ફાયરબ્રિગેડની ટીમ આગની એક ઘટના બાદ પરત ફરી રહી હતી ત્યારે રાત્રીના સમયે એક શંકાસ્પદ યુવાનને મંદિર પાસે જોયો હતો. આ યુવાનના હાથમાં દાનપેટી જોતા તે શખ્સને
ફાયરસ્ટેશન ખાતે લઈ જઈ બેસાડી રાખ્યો હતો. થોડી પૂછપરછ બાદ ચોરી કરી હોવાની વાત સ્પષ્ટ થતા પોલીસને જાણ કરીને દાનપેટી સાથે આરોપીને પોલીસ ટીમને હવાલે કરવામાં આવ્યો હતો.

- text

મંદિરની દાન પેટી ચોરી કરનાર ઈસમને ફાયરબ્રિગેડના સ્ટાફે
દાનપેટી સાથે ઝડપી પોલીસને હવાલે કર્યા બાદ સમગ્ર બનાવ મામલે પોલીસમાં કોઈ નોંધ જોવા મળી ન હોવાથી શ્રદ્ધાળુઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

- text