મોરબીમાં બ્લેક ડોગ, ટીચર્સ સ્કોચ, રેડ લેબલ સહિતની લકઝરી શરાબની બોટલ સાથે એક ઝડપાયો

- text


એલસીબી ટીમે લાલપર ધાર વિસ્તારમાંથી બુટલેગર ઝડપ્યો : કોલ ડિટેઇલના આધારે તપાસ થાય તો અનેક મોટા માથા ઝપટે ચડે !

મોરબી : મોરબી એલસીબી ટીમે લાલપર ધાર વિસ્તારમાંથી બ્લેક ડોગ, રેડલેબલ અને ટીચર્સ સ્કોચ જેવી મોંઘીદાટ લકઝરી શરાબની ૨૭ બોટલ સાથે એક બૂટલેગરને ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી ટીમે લાલપર ગામે ધાર વિસ્તારમાંથી નરેશ દિલીપભાઈ ખાંભલાને વિદેશી દારૂની ૨૭ બોટલ કિંમત રૂ. ૪૭,૨૦૦ સાથે પકડી પાડ્યો હતો. આ સાથે એલસીબીએ સ્કૂટર અને મોબાઈલ મળીને કુલ રૂ. ૮૨,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં પ્યાસી આત્માઓ મોંઘીદાટ શરાબ વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે આ કિસ્સામાં જો મોબાઇલ કોલ ડિટેઇલને આધારે તપાસ કરવામાં આવે તો અનેક મોટામાથા ઝપટે ચડે તેમ હોવાનું મનાય રહ્યું છે.

- text

- text