વાંકાનેરના ગાયનેક ક્લિનિકોમાં સોનોગ્રાફી મશીન ચેક કરવા દરોડા

- text


જિલ્લા આરોગ્ય અધિકારી અને પ્રાંત અધિકારીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ

વાંકાનેર : વાંકાનેરમાં ગાયનેક ક્લિનિકોમાં આજે આરોગ્ય વિભાગ અને પ્રાંત અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા તબીબી આલમમાં હડકંપ મચી જવા પામી હતી, જો કે દરોડા દરમિયાન ક્યાંય વાંધાજનક મળ્યું ન હતું.

વાંકાનેર શહેરમાં આવેલ ગાયનેક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનની તલાસી માટે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવેલ જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એન. કતીરા તેમજ વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવાની હાજરીમાં સબ ડિસ્ટ્રિક એપ્રોપ્રીએટ ઓથોરિટીની ટીમ બનાવી ઓચિંતી હોસ્પિટલોમાં રેડ પાડવામાં આવેલ. આ કામગીરીમાં પી.સી.પી.એન.ડી. એક્ટ હેઠળ નિભાવવાના થતાં રેકોર્ડ અને રજીસ્ટર ચકાસણી કરવામાં આવેલ તેમજ મશીનોની પ્રોપર ચકાસણી કરવામાં આવેલ હતી.

- text

આરોગ્ય વિભાગની સંયુક્ત ચકાસણીમાં વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ, ઝાલા હોસ્પિટલ, માં હોસ્પિટલ, ડો. શેરસીયા મેમોરિયલ હોસ્પિટલ, ડો. જી.એ. બાદિ હોસ્પિટલ ખાતે ચકાસણી હાથ ધરવામાં આવેલ. જો કે આમાંથી એક પણ હોસ્પિટલમાં અજુગતું સાહિત્ય કે કામગીરી હાથ લાગેલ નથી અને બધી હોસ્પિટલમાં રેગ્યુલર કામગીરી થઇ રહી હોવાનું ફલિત થયુ હતું.

- text