ઓરીસ્સામાં બીભત્સ ફોટા વાયરલ કરી ખંડણી માંગનાર શખ્સ વાંકાનેરથી ઝડપાયો

- text


ઓરિસ્સા સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ અને મોરબી એલસીબીની સંયુક્ત કાર્યવાહી

મોરબી : ઓરિસ્સામાં વોટ્સએપમાં બીભત્સ ફોટા વાયરલ કરી ખંડણી માગનાર શખ્સ મોરબી જિલ્લામાં હોવાની બાતમી મળતા ઓરિસ્સા સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ ટીમ અને મોરબી એલસીબીએ વાંકાનેરથી આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી એલસીબી ટિમ પાસેથી મળતી વિગતો અનુસાર ઓરિસ્સા રાજ્યના સીઆઈડી ક્રાઈમના પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો હતો. જેમાં એક શખ્સે બીભત્સ ફોટો પોતાના વોટ્સએપના અલગ અલગ ગ્રુપમાં વાયરલ કરી આ ફોટા ડીલીટ કરવા માટે ખંડણી માગી હતી. આ સાઇબર ક્રાઈમ ગુનો નોંધાયા બાદ અરોપી ઓરિસ્સાથી મોરબી આવીને છુપાયો હોવાની ઓરિસ્સા સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચના વડાએ મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાને જાણ કરી હતી.

- text

જેથી તેમણે મોરબી એલસીબીને આરોપીને પકડી લેવાની સૂચના આપી હતી.જેના પગલે મોરબી એલસીબી ટીમે મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ પાસે આવેલા સીરામીક કારખાનામાં રહેતા ઓરિસ્સાના આરોપી રતન કૈદારનાથ બહેરાને ઝડપીને ઓરિસ્સા પોલીસના હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text