૩૧મીએ મોરબી પાલિકાનું જનરલ બોર્ડ : કમિટીઓની રચના થશે !

- text


છ મહિના બાદ મળનાર જનરલ બોર્ડમાં કમિટીઓની રચનાને લઈને નવાજુની થવાના એંધાણ

મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકામાં છ મહિના બાદ આગામી ૩૧મી જાન્યુઆરીએ જનરલ બોર્ડ મળવાનું હોવાની જાહેરાત કરવામાં આવી છે.જોકે જનરલ બોર્ડમાં ખાસ કરીને વિવાદિત કમિટીઓની રચના કરવાનો મુદ્દો હાથ ઉપર લેવાયો હોવાથી આ મામલે પાલિકાના જનરલ બોર્ડમાં નવાજુની થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

મોરબી નગરપાલિકામાં આગામી ૩૧ જાન્યુઆરીએ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે છ મહિના પછી મળનાર આ જનરલ બોર્ડમાં પાલિકાની વિવિધ કમિટીઓની રચના અને રોડ રસ્તા સહિતના વિકાસ કામોના ઠરાવો પસાર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પાલિકાની ચૂંટણીમાં બહુમતીથી વિજય મેળવીને કોંગ્રેસે સતાનું સુકાન સભાળ્યાના એક વર્ષનાં ટૂંકાગાળામાં આંતરિક બળવો થતા સતા ગુમાવી હતી. ભાજપના ટેકાથી કોંગ્રેસના બાગી સભ્યોની વિકાસ સમિતિએ પાલિકાની સતા મેળવી હતી.કમિટીઓની અઢીવર્ષની સમયમર્યાદાની કાયદાકીય જોગવાઈ મુજબ કોંગ્રેસે રચેલી કમિટી અસ્તિત્વમાં હોવા છતાં જે તે સમયે વિકાસ સમિતિ અને ભાજપના ગઠબંધને નવેસરથી કમિટીઓના ચેરમેનોની વરણી કરી નાખી હતી.

- text

પરંતુ હવે પાલિકામાં ફરીથી કોંગ્રેસનું શાસન આવ્યું છે. પરંતુ ભાજપ સતાસ્થાને ન હોવા છતાં હાલ કમિટીઓનું સુકાન તેની પાસે છે.તેથી હવે કમિટીઓનું સુકાન મેળવવા માટે કોંગ્રેસે આ મુદ્દો હાથ ઉપર લીધો છે. આમ પાલિકાની આટીઘૂંટી અને વિચિત્ર સ્થિતિ વચ્ચે મળનાર જનરલ બોર્ડમાં કમિટીઓની રચનાને લઈને ભારે નવાજુનીના એંધાણ વર્તાય રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text