વ્યવસાય વેરાએ મોરબી પાલિકાની તિજોરી છલકાવી

- text


૮૦ લાખના ટાર્ગેટ પૂર્ણ : માર્ચ એન્ડીગ સુધી એક કરોડને આંબે તેવી શક્યતા

મોરબી : મોરબી નગરપાલિકા તંત્રને વ્યવસાયવેરા ઝુંબેશમાં આ વર્ષે મહત્તમ સફળતા મળી છે. ગત વર્ષે વ્યવસાયવેરાની ૭૬ લાખની આવક થઈ હતી. પરંતુ આ વર્ષમાં અત્યાર સુધીમાં ૮૫ લાખ જેવી માતબર રકમની આવક થઈ છે.પાલિકાનો આખા વર્ષનો ૮૦ લાખનો વ્યવસાયવેરો વસુલવાનો ટાર્ગેટ પણ અત્યારે વટી ગયો છે અને માર્ચ એન્ડીગ સુધીમાં એક કરોડની આવક થાય તેવી શક્યતા છે.

મોરબી નગરપાલિકાના વ્યવસાય વેરા અધિકારી ચંદ્રેશભાઈ દંગી અને અરવીદભાઈ ગોહિલે વ્યવસાયવેરાની વસૂલાત અંગે જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૭માં અલગ અલગ વ્યવસાય કરતા ૧૦૪૫૮ વેપારીઓ નોંધાયેલા હતા.આ વર્ષે તેમાં ૧૫૫ વેપારીઓ નવા ઉમેરાયા છે.જોકે ગત વર્ષે પાલિકા તંત્રને વ્યવસાયવેરા પેટે ૭૬ લાખ જેવી આવક થઈ હતી. આથી આ વર્ષે રૂ. ૮૦ લાખની વસુલાતનો ટાર્ગેટ રખાયો હતો જેમાં પાલિકા તંત્રની ઝુંબેશ એટલી ફળદાયી નીવડી છે કે હજુ વર્ષ પૂરું થવાને બે મહિના બાકી છે. ત્યારે ગત વર્ષ કરતા તો આવક વધી છે. સાથેસાથે આ વર્ષનો ટાર્ગેટ વટાવી ગયો હોય તેમ પાલિકાને ૮૫ લાખ જેવી માતબર રકમની વસૂલાત થઈ છે. હજુ બે મહિના બાકી હોવાથી માર્ચ એન્ડીગ સુધી વ્યવસાયવેરાની વસૂલાત ૧ કરોડ સુધી પહોંચી જાય તેવી સંભાવના છે.

- text

વધુમાં ૩૫૦ બાકીદારોને નોટિસ ફટકારી છે.સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ ૧૫૦૦ જેટલા આસામીઓ વ્યવસાયવેરો ભરતા નથી. જો પાલિકા તંત્ર આ બાબતે સર્વે કરીને કમર કસે તો આનાથી પણ અનેકગણી આવક પાલિકાને થાય તેમ હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text