મોરબી : ઓનલાઈન ફ્રોડ મામલે સાવધાન રહેવા પોલીસની અપીલ

- text


જેતપરના વેપારી પેટ્રોલપંપની ઓનલાઈન ડીલરશિપ મેવવવા માટે છેતરાયા બાદ એલસીબીએ લોકોને જાગૃત રહેવાની અપીલ કરી

મોરબી : મોરબીના જેતપર ગામના વેપારી પેટ્રોલપંપની ઓનલાઈન ડીલરશિપ મેળવવા જતા ઠગાઈનો ભોગ બન્યા બાદ મોરબી એલસીબીએ આવી કોઈ છેતરપીંડીનો ભોગ ન બનવું પડે તેમાટે લોકોને સજાગ રહેવાની અપીલ કરી છે. અને લોભામણી જાહેરાતો બદલ ફોન દ્વારા બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરવા કે ઓનલાઈન નાણાં જમા કરવાનું કહેવામાં આવે તો છેતરપીંદીની પૂરેપૂરી શક્યતાઓ હોવાથી આ અંગે લોકોને જાગૃત રહેવાની અપીલ કરી છે.

મોરબી એલસીબીએ જાહેર જનતા જોગ અપીલ કરી છે કે.,પેટ્રોલપંપની ડીલરશિપ આપવા માટે કોઈ ફોન આવે તો અને તેના બદલામાં બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરવાનું કહેવામાં આવે તો ચેતજો.કારણ કે, કોઈ કંપની અન્ય કોઈ બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરવાનું ક્યારેય કહે નહિ.સીરામીકનું હબ ગણાતા મોરબી શહેરમાં વેપારીઓ રેગ્યુલર ઇમેઇલ આઈ ડીમાંથી પત્ર વ્યવહાર કરતા હોય છે અને નાણાકીય લેવડ દેવડ કરતા હોય છે.પરંતુ રેગ્યુલર બેન્ક એકાઉન્ટની જગ્યાએ અન્ય બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરવાનું જણાવામાં આવે તો પહેલા ઇમેઇલ અને બેન્ક એકાઉન્ટની ખરાઈ કર્યા બાદ જ નાણાકીય વ્યવહાર કરવો.ઇમેઇલ આઇ ડી તથા ફેસબૂક આઇડીના પાસવર્ડમાં મોબાઈલ નંબર રાખવો નહિ. એટીએમમાંથી નાણાં ઉપાડવાની જરૂર પડે ત્યારે એટીએમમાં પાસવર્ડ રેકોર્ડ થાય તેવા સ્પાઇ કેમેરા લાગેલ હોય તો તે અંગે ચેક કરવું અને પાસવર્ડ ટાઈપ કરતી વખતે બીજા હાથનો પંજો ઉપર રાખી સાવધાનીથી નાણા ઉપાડવા કોઈ પણ બેંકના નામથી ફોન આવે અને તમારા એકાઉન્ટને લગતી માહિતી અંગે તમારા નંબર માગે કે મોબાઈલ ફોનમાં આવેલ otp નંબર માગે તો બેંક એકાઉન્ટ ને લગતી કોઈપણ માહિતી આપવી નહીં જરૂર જણાય તો જે-તે બેંકમાં રૂબરૂ જઇને સંપર્ક કરવો કંપની તરફથી મોબાઇલ ટાવર નાખવાના બહાને, લોન આપવાના બહાને કે અન્ય કોઇ પણ રીતે લોભામણી સ્કીમ આપી પૈસાની માગણી કરે કે ખાતામાં જમા કરાવવાની સુચના આપે તો એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા નહીં મુદ્રા લોન મંજુર થયેલ છે કે વેરિફિકેશન બાબતે ફોન આવે તો જરૂર પડ્યે બેંકનો સંપર્ક કરો તેવી મોરબી એલસીબીએ અપીલ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text