મોરબીના ઘુંનડા રોડ પર યોજાનાર ભાગવત કથા માટે સીટી બસ મુકવાની માંગ

- text


ભાવિકોને અવરજવરમાં અગવડતા ન પડે તે માટે સીટી બસ મુકવા પાલિકા તંત્રને રજુઆત

મોરબી : મોરબીના ઘૂનડા રોડ પર આગામી 22મીએ ભાગવત યોજાનાર છે.આ કથા સ્થળ 4 થી5 કિમીના અંતરે આવેલું હોવાથી ભાવિકોને કથા સ્થળે જવા આવવમાં અગવડતા ન પડે તે માટે સીટી બસ મુકવાની પાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીના ઘુનડા રોડ ઉપર આગામી તા.22 થી 28 જાન્યુઆરી સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાણીતા કથાકાર શાસ્ત્રી જીજ્ઞેશભાઈ ભાગવત કથાનું રસપાન કરાવશે.આ ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. જ્યારે આ કથા સ્થળ મોરબીથી 4-5 કિમીના અંતરે આવેલું હોવાથી દૂર રહેતા લોકો આ કથાનો લાભ લઇ શકે તે.માટે પાલિકાની સીટી બસ મુકવાની તેમણે મંગ કરી છે અને દૂરના વિસ્તારો મહેન્દ્રનગર, ત્રાજપર, જુના હાઉસિંગ બોર્ડ સહિતના સ્થળોએથી સીટી બસ દોડવાની રજુઆત કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

yellow city bus clipart

- text