મોરબી : રોટરી નગરમાં પેવરબ્લોકના કામનું ખાતમહુર્ત કરાયું

- text


કાઉન્સિલર અને ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજાના હસ્તે કરાયું ખતમહુર્ત

મોરબી : સામાકાંઠે આવેલા રોટરી નગરમાં પેવર બ્લોકની કામગીરીનું આજે મોરબી નગર પાલિકાના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાના વરદ હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.

વિસ્તારના લોકોની માંગણીને હર હંમેશ ઉચ્ચસ્તરે પહોંચાડીને વોર્ડના દરેક વિકાસ કાર્યોમાં અગ્રેસર રહેનાર વોર્ડ કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાના વરદ હસ્તે પેવર બ્લોકની કાર્યવાહીનો પ્રારંભ થતા વોર્ડ વાસીઓમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ડામરરોડનું આયુષ્ય મર્યાદિત હોવાની સાથે વરસાદમાં રોડ ધોવાઈ જવાની કે અન્ય કામગીરી દરમ્યાન એકવાર ખોદાઈ ગયા બાદ એની મરંમત પાછળ સમય , શક્તિ અને નાણાંનો અધિક દુર્વ્યય થતો હોય છે ત્યારે પેવર બ્લોક આવી સમસ્યાઓથી છુટકારો અપાવતા હોવાથી શહેરોની ગલીઓ અને સોસાયટીમાં પેવર બ્લોક નાખવાનું સરકારી ચલણ વધ્યું છે ત્યારે રોટરી નગરના સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખવાની કામગીરીના ખાતમુહૂર્તથી સ્થાનિક રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text