વાયબ્રન્ટ ગુજરાતમાં મોરબીના બે યુવાનો પોતાની કલા દર્શાવશે

- text


માટી, પથ્થર, ફાયબર તેમજ લાકડામાંથી બનાવેલી વિવિધ કલાકૃતિઓનું પ્રદશન અને લાઈવ ડેમો કરશે રજૂ

મોરબી : ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં તા.૧૭ થી રર જાન્યુઆરી દરમ્યાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯માં મોરબી જિલ્લાના બે યુવાનો પોતાની કલાના કામણ પાથરવા જઈ રહ્યા છે.ગુજરાતના ૨૫૦ જેટલા આર્ટિસ્ટોમાંથી છેલ્લે ૩૫ આર્ટિસ્ટોની વાયબ્રન્ટ ગુજરાતમાં પસંદગી કરવામાં આવી હતી તેમાં મોરબી તાલુકાના બે યુવાનો પસંદ થતા મોરબી માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

મોરબીના નીતિનભાઈ જોગીદાસ કે જેઓએ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની ચાર અજાયબીઓની પ્રતિકૃતિ ત્યાર કરી છે. જેમાં તાજમહાલ પણ સામેલ છે.આ ઉપરાંત તેમણે લાકડામાંથી ૪ વિન્ટેજ કારની પ્રતિકૃતિઓ બનાવી છે. દુબઈનો ટાવર તેમજ લંડનનો પ્રખ્યાત બીગબેંગ ટાવર પણ સર્જ્યો છે. માટી , લાકડું તેમજ ફાયબરમાંથી બનાવવામાં આવેલ આ પ્રતિકૃતિઓને નિહાળી લોકો દંગ થઈ જશે એટલી હૂબહૂ બનાવેલી છે.
આવા જ એક અન્ય કલાના કસબી છે મકનસર ગામના કમલેશભાઈ પ્રજાપતિ કે જેઓ માટી કામ અને સોપારી ઉપર કલાકૃતિઓ સર્જી લોકોને અચંબિત કરવામાં પાવરધા છે.કમલેશભાઈએ સોપારીમાં ૩૫ જેટલી કલાકૃતિઓ કંડારેલી છે.
ખાસ કરીને વાયબ્રન્ટ સમિટમાં ર બાય ૨ ફૂટની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર પટેલની પ્રતિકૃતિ લોકોના ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બનશે.
માટી વર્કથી વડાપ્રધાન નરેન્દ્રમોદીનું લાઈવ સ્ટેચ્યુ બનાવવામાં આવશે જે જોનારના મોમાં આંગળા નંખાવી દેશે.

- text

૧૭ થી ૨૨ જાન્યુઆરી સુધી ચાલનાર આ સમિટમાં વિવિધ દેશો જેવા કે કેનેડા, ફ્રાન્સ, જાપાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, પોલેન્ડ, નેધરલેન્ડ, યુ.એ.ઇ, દ.આફ્રિકા, સ્વીડન, નોર્વે, ઓસ્ટ્રેલિયા, મોરક્કો, ઉઝબેકિસ્તાન, ચેક રિપબ્લિકન સહિતના દેશોથી આવનાર મહેમાનોની વચ્ચે મોરબીના બે યુવાનો પણ છવાઈ જવાના હોય એમના મિત્રો, પરિજનો સહિત મોરબીવાસીઓ પણ ઉત્સાહિત જણાઈ રહ્યા છે.

- text