કાલિકા પ્લોટ ફાયરિંગ કેસમાં બિહારથી ઝડપાયેલા મીથીલેશને મોરબી લાવતી પોલીસ

- text


ત્રણ સ્થાનિકોની પણ વિધિવત ધરપકડ

મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ કેસમાં એટીએસ ટીમે બિહારના બગ્સરથી ઝડપી લીધેલા શાર્પ શૂટરને મોરબી લાવવામાં આવ્યો છે, સાથો સાથ આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રજૂ થયેલ હિતુભાના ત્રણ સાગરીતોની પણ વિધિવત ધરપકડ કરી પોલીસે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં ગત તા.૦૮/૧૨/૨૦૧૮ ના રોજ મોટર સાયકલ ઉપર આવેલ ચાર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે આ ફાયરિંગમાં ઘાયલ
આરીફભાઇ ગુલમહમદભાઇ મીર રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાની ફરીયાદના આધારે આ ગુન્હામાં અગાઉ કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.

દરમિયાન આ ચકચારી કેસમાં એટીએસે પણ ઝુકાવ્યું હતું અને ચોક્કસ બાતમીને આધારે અંધાધૂંધ ફાયરિંગ કરનાર મીથીલેશ ઉર્ફે અજય પંડિત રામજીભાઇ પાઠક ઉ.વ.૩૦ રહે. શોતીલા, થાના મુફશીલ, જી.બગ્સર (બીહાર) વાળાને ઝડપી લેતા આજે મોરબી પોલીસ ટીમ દ્વારા અમદાવાદથી આરોપીનો કબજો મેળવી મોરબી લાવવામાં આવ્યો હતો.

- text

દરમિયાન આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આ ગુન્હામાં જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે તેવા આરોપી વિજયસિંહ ઉર્ફે કડી હરીસિંહ ચુડાસમા, ઉ.૩૯ રહે. ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર એમ-૨૪/૧૨૩ માર્કેટ યાર્ડ સામે શનાળા રૉડ મોરબી મુળ ગામ-પરબડી તા.ધંધુકા જી-અમદાવાદ, ઋષિભાઇ દેવીપ્રસાદભાઈ મહેતા, ઉ.૩૮ રહે.મોરબી ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર-૭૯૩ શનાળા રોડ તથા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉ.૨૭, ૨હે. શ્રધ્ધાપાર્ક સોસાયટી નવલખી રોડ મોરબી વાળા રજુ થતા પોલીસે ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમ, કાલિકા પ્લોટ ફાયરિંગ કેસમાં આજે વધુ ચાર આરોપોઓની ધરપકડ થતા અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓ ઝડપાયા છે.

 

- text