સાપકડા ગામની સીમમાંથી અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો

- text


૧૪ર બોટલ અંગ્રેજી દારૂ, ર૪ ટીન બિયર, બે મોબાઈલ સહિત રૂ.પ૧ હજારનો મુદામાલ ઝડપાયો : દારૂ આપી જનારનું નામ પણ ખુલ્યું

હળવદ : થર્સ્ટી ફર્સ્ટ નજીક આવતાની સાથે જ બુટલેગરો પણ રોકડી કરી લેવાના મુડમાં હોય તેમ રોજબરોજ ઈંગ્લીશ દારૂ ઝડપી લેવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે તાલુકાના સાપકડા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીએથી હળવદ પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે દારૂ આપી જનાર શખ્સનું પણ પોલીસ તપાસમાં નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે.

- text

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના સાપકડા ગામે વાડી વિસ્તારમાં વિદેશી દારૂ ઉતર્યો હોવાની બાતમીના આધારે હળવદ પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.જી.પનારા, વિજયભાઈ છાસીયા સહિતનાઓ સાપકડા ગામે ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાની વાડીએ દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની બોટલ નંગ ૧૪ર કિ.રૂ.૪પ હજાર તથા બિયરના ટીન નંગ ર૪ કિ.રૂ.ર૪૦૦ તેમજ બે મોબાઈલ કિ.રૂ.૬ હજાર મળી કુલ રૂ.પ૧ હજારના મુદ્‌ામાલ સાથે આરોપી ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલા (રહે.સાપકડા) વાળાને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આ આરોપીની પોલીસ દ્વારા પુછપરછ કરાતા આ વિદેશી દારૂનો જથ્થો કુલદિપસિંહ ઉર્ફે ભાણુભા ઝાલા (રહે.લીયા, તા.મુળી) વાળો આપી ગયો હોવાનો ખુલ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text