પ્રેમપ્રકરણમાં વાહનો સળગાવનાર પિતા અને પુત્ર ઝડપાયા

- text


હળવદના ડુંગરપુર ગામે ત્રણ મહિના પૂર્વે બઘડાટી પ્રકરણમાં બન્ને જેલહવાલે

હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામે પ્રેમ પ્રકરણમાં ઘરમાં ઘુસી તોડફોડ કરી વાહનો સળગાવાના બનાવમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને તેના પુત્રને પોલીસે ઝડપી લેતા બન્ને શખસોને કોર્ટે જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ આશરે ત્રણેક માસ પહેલા હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના સદસ્યના પતિ તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ પ્રેમસબંધ નો ખાર રાખી ગામમાં રહેતા ફરિયાદીના ઘરમાં ઘુસી તોડફોડ કરી વાહનોને આગચંપી કરી દીધાનો બનાવ હળવદ પોલીસ મથકે નોંધાયો હતો જેના પગલે પોલીસ દ્વારા બે આરોપીઓને અગાઉ ઝડપી લીધા હોય જ્યારે આરોપી પિતા-પુત્ર પોલીસથી બચવા નાસતા ફરતા હોય જેઓને પોલીસ દ્વારા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- text

વધુમાં જાણવા મળ્યા મુજબ આશરે ત્રણેક માસ પહેલા ડુંગરપુર ગામે રહેતા ભરતભાઇ આલુભાઈ આકરીયાના પુત્ર અનિલને હનુભાઈ કોળીની પુત્રી સાથે છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હોય જે આરોપી ઓને ગમતું ન હોવાથી જિલ્લા પંચાયતના સદસ્યના પતિ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હનુભાઈ, અશ્વિનભાઇ, દીપકભાઈ, અક્ષયભાઈ મગનભાઈ, રહે તમામ ડુંગરપુરવાળાઓએ ફરીયાદીના ઘરે આવી વાહનો સળગાવી ઘર ભાંગી નાખ્યુ હતુ.

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે પોલીસે જેતે સમયે બે આરોપી ઓને ઝડપી લીધા હતા જ્યારે હનુ અને તેનો પુત્ર અશ્વિન પોલીસથી બચવા ભાગતા ફરતા હોય અંતે પોલીસ દ્વારા ઝડપી લેવાયા હતા જ્યારે આરોપીઓને હળવદ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે દ્વારા આરોપી પીતા પુત્ર ને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

- text