વાંકાનેરમાં રેતીમાફિયાએ ચોરેલું હિટાચી પોરબંદરથી કબજે કરતી પોલીસ

- text


વાંકાનેર મચ્છુ નદીના પટમાં ખાણખનીજ વિભાગે જપ્ત કરેલી મશીનરી ચોરાતાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી

વાંકાનેર : મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા ખનીજ માફિયા તત્વો બેફામ બની કુદરતી સંપદાને લૂંટી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા કિસ્સામાં ખાણખનીજ વિભાગે વાંકાનેર મચ્છુ નદીમાં રેતીચોરી કરતા રંગે હાથ ઝડપી લીધેલ હિટાચી મશીન અને કબ્જે કરાયેલ રેતીની ચોરી કરી જતા ફોજદારી ફરિયાદ નોંધાવી હતી જેમાં ચોરી ઉપરસે સિનાજોરી જેવા કિસ્સામાં પોલીસે આરોપીને ઝડપી લઈ રેતમાફિયાએ ચોરેલ હિટાચી મશીનને પોરબંદરથી કબ્જે કરવામાં આવ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ખાણખનીજ વિભાગ મોરબી દ્વારા વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદિના પટમાં રેતી ચોરી કરવા બદલ ખનીજ સંપત્તી રેતી ૨૩૮/૨૭ મે. ટન કિ.રૂ. ૫૭૧૮૫ તેમજ રેતી ચોરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ હીટાચી મશીન દંડ પેટે રૂ. ૨,૦૦,૦૦૦ ગણી કબ્જે કરી બનાવ વાળી જગ્યા રાખ્યું હોય આરોપી નઝરૂદ્દીનભાઇ ગનીભાઇ બાદી રહે- મહિકા તા-વાંકાનેર વાળા તથા તેના કોઈ મદદગારો રેતી અને મશીન ઉઠાવી જતા માઇન્સ સુપરવાઈઝર સાહિલ જે.પાઘડાર ભુસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી, ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતુ, જિલ્લા સેવા સદન, મોરબી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

આ મામલે વાંકાનેર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી જેમાં આરોપી નજરુંદિનને ઝડપી પાડી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી મુદ્દામાલ હિટાચી મશીન પોરબંદર ખાતેથી કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પી.એસ.આઇ. જી.આર. ગઢવીના માર્ગદર્શન હેઠળ બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી તેમજ વિજયભાઈ આલ વિગેરેનાઓએ કરેલ હતી.

 

 

- text