રેડિયો જોકી બનવું છે ? મોરબીમાં વર્કશોપ

- text


મોરબીમાં 17થી 21 ડિસેમ્બર નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાશે સેમિનાર

મોરબી : શું આપનો અવાજ સારો છે ? આપ રેડિયો જોકી બની ઝળહળતી કારકિર્દી બનાવી છવાઈ જવા માંગો છો ? શું આપનામા ક્રિએટિવ લખાણ અને મૌલિક વાક્છટા હોય તો મોકો આપણી રાહ જોઈને ઉભો છે, મોરબીના આંગણે આગામી તા.17થી 21 ડિસેમ્બર દરમિયાન રેડિયો જોકી પ્રાઈમરી ટ્રેનિંગ વર્કશોપ યોજાનાર છે જેમાં ટોકનદરે અનુભવી તજજ્ઞો તાલીમ આપશે.

મોરબી અપડેટ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી તા.17થી 21 દરમિયાન નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે સાંજે 6 થી 8 દરમિયાન રેડિયો જોકી અંગેનો પ્રાથમિક વર્કશોપ યોજવામાં આવશે. આ સેમિનારમાં રેડીયોજોકીક્ષેત્રે કામગીરી કરનાર અનુભવી દ્વારા નવોદિતોને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેડિયો જોકી બની આજના સમયમાં આસાનીથી રોજગારી મેળવી શકાય છે ઉપરાંત ડિજિટલ મીડિયામાં પણ સારી લેખનશક્તિ ધરાવતા અને મૌલિકતા ધરાવતા યુવક યુવતી માટે રોજગારની વિપુલ તકો સમાયેલી છે.

- text

મોરબીમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલ રેડિયો જોકી વર્કશોપમાં રેડિયો શું છે, રેડિયોનું માળખું કેવું હોય, રેડિયો ક્લોક શું છે તે સહિતની અનેક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે વધુમાં વર્કશોપમાં રજિસ્ટ્રેશન ફી 500 રાખવામાં આવી છે અને વર્કશોપ સફળતા પૂર્વક પૂર્ણ કરનારને રજીસ્ટ્રેશન ફી પરત કરવમાં આવશે,વધુ વિગતો માટે મોં.9913244602 ઉપર રવિ બરાસરાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text