મોરબી જિલ્લા પંચાયતનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું !!!

- text


છ મહિના બાદ અસંતોષની આગના લબકારા શમ્યા : પાર્ટીલાઇનના અસંતુષ્ઠોને કારોબારીમાં સ્થાન

મોરબી : સંપૂર્ણ કોંગ્રેસ બહુમતીવાળી મોરબી જિલ્લા પંચાયતમાં પાર્ટીલાઇનમાં રહેલા સભ્યોને એકબાજુ ધકેલી દઈ પ્રમુખપદની ચૂંટણી સમયે કોંગ્રેસના જ દિગ્ગજો બાગી બનીને પ્રમુખપદે બેસી જતા પાર્ટીલાઇનમાં રહેલા સભ્યોમાં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો હતો અને મામલો છેક નામોદ્રિષ્ઠ અધિકારી સુધી પહોંચવાની સાથે છ-છ મહિનાઓ સુધી સમિતિ વગર રહેલી મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં હમસબ એક હૈ નેક હૈ ના સૂત્ર સાથે પાર્ટીલાઇનમાં રહેલા નારાજ સભ્યોને કારોબારી સહિતની સમિતિમાં સમાવી લેવામાં આવતા છ મહિનાથી ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયું હોવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ-ત્રણ રાજ્યમાં કોંગ્રેસને મળેલી બહુમતીની સીધી જ અસર આજે મળેલી મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળી હતી અને અગાઉના મનદુઃખ ભૂલી જઈ પાર્ટીલાઇનના અસંતુષ્ઠ લોકોને પ્રવર્તમાન પ્રમુખ જૂથ દ્વારા હોદાની લ્હાણી કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિમાં હેમાંગ રાવલ, મુકેશ ગામી, જમનાબેન મેઘાણી,સરોજબેન વિડજા, હરદેવસિંહ જાડેજા, દીનાબેન કામરિયા, નિર્મળાબેન મઠિયા અને હસમુખભાઈ મુછડિયાને સમાવી લેવામાં આવ્યા હતા. એ જ રીતે સામાજિક ન્યાય સમિતિમાં હસમુખ મુછડીયા, હીનાબેન ચાંડમીંયા અને પીન્કુબેન ચૌહાણનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શિક્ષણ સમિતિમાં અમુભાઈ હુંબલ, સરોજબેન વિડજા, રેખાબેન પટેલ, સોનલબેન જાકાસણીયા, ગુલામ પરાસર, હીનાબેન ચાડમીયાં મુકેશગામી અને મહેશ રાજકોટીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત જાહેર આરોગ્ય, બાંધકામ, અપીલ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ, અને મહિલા અને બાળ વિકાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકી સંપૂર્ણ બહુમતી આપ્યા બાદ પ્રથમ અઢી વર્ષનું શાસન દરમિયાન જ કોંગ્રેસમાં અસંતોષનો ચરુ ઉકલી ઉઠ્યો હતો અને પાંચથી છ સભ્યોએ કારોબારી સમિતિ વિરુદ્ધ બેફામ આક્ષેપો કરી બેન્ડ પોકાર્યો હતો બાદમાં પ્રમુખપદની મુદત અઢી વર્ષની થતા જ તત્કાલીન કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા ગ્રુપ દ્વારા પાર્ટી આદેશની ઐસી તૈસી કરી પાર્ટીના મેન્ડેડ વિરુદ્ધ જઈને 20 જૂન 2018ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખપદ કબ્જે કરી લેતા આ મામલે પાર્ટીલાઇનમાં રહેલા સભ્યો દ્વારા પ્રદેશ કોંગ્રેસ અને નામોદ્રિષ્ટ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી.

જોકે આજે મોરબી જિલ્લા પંચાયતમાં લાંબા સમયગાળા બાદ મળેલી સામાન્ય સભા ફક્ત 20 મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી આજની સામાન્ય સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુ પટેલ ખાસ હાજ રહ્યા હતા અને પાર્ટી આદેશ મુજબ જ તમામ સમિતિમાં સભ્યોને સમાવવામાં આવ્યા હતા, જોકે જિલ્લા પંચાયતની આજ્ઞા લબકારા હોદાની લ્હાણી કરી સમાવી લેવાયા છે પરંતુ રાજ્ય સરકારે કોંગ્રેસ સાશિત જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની પાંખો કાપી નાખી હોય હોદા મેળવનારને પણ બહુ રાજી થવા જેવું રહ્યું નથી.

- text