સો માંથી સો માર્ક કેવી રીતે મેળવવા ? 16મીએ મોરબીમાં ફ્રી સેમિનાર

- text


ઈચ્છીત માર્ક્સ મેળવવામાં માટે મોરબીમાં બાળકો અને માતા પિતા માટે પ્રથમ વખત સેમિનાર

મોરબી : ભણતરનો ભાર દિવસે દિવસે વધી રહ્યો છે અને સારા માર્ક્સ લાવવાની હરીફાઈમાં વિદ્યાર્થીનું બચપણ ખોવાઈ રહ્યું છે ત્યારે પદ્ધતિસરની કેળવણીથી કોઈપણ બાળક ધાર્યું પરિણામ લાવી શકે તે માટે બ્રેઇની વુડ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ વખત વિનામૂલ્યે સેમિનાર યોજવામાં આવી રહ્યો છે જેમાં સ્પીકર વિનોદ શર્મા બાળકોને તદ્દન સહેલી પદ્ધતિ દ્વારા 100 માંથી 100 માર્ક્સ લાવી શકાય તેવી મહત્વપૂર્ણ ટિપ્સ આપશે.

- text

ઈચ્છીત માર્ક્સ કેમ મેળવશો શીર્ષક હેઠળ આગામી તા.16ના રોજ મોરબીના ટાઉનહોલ ખાતે સવારે 10.30 થી 12.30 વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જાણીતા સ્પીકર અને મેમરી એક્સપર્ટ વિનોદ શર્માનો તદ્દન વિનામૂલ્યે સેમિનાર યોજવામાં આવ્યો છે આ સેમિનારમાં વિદ્યાર્થીઓને કી રીતે ભણવું જોઈએ,કી રીતે વાંચવું જોઈએ ? 20 કલાક વાંચવા છતાં યાદ ન રહેતું હોય તો ફક્ત એક કલાકમાં પણ પદ્ધતિસરનું વાંચન કરી યાદ રાખી શકાય તેવી અનેક મહત્વપૂર્ણ જાણકારી આ સેમિનારમાં આપવામાં આવશે.

આ સેમિનારમાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વળી સાથે આવવું ફરજીયાત છે સેમિનારના રજીસ્ટ્રેશન અને વધુ વિગતો માટે મોં.8905012340 ઉપર સંપર્ક કરવો.

- text