મોરબીમાંથી મધ્યપ્રદેશના અપહરણના આરોપી પકડાયો

- text


મોરબી તાલુકા પોલીસ ટીમે લીલાપર ચોકડી નજીકથી આરોપીને દબોચ્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસે આજે બાતમીને આધારે આજે લીલાપર ચોકડી નજીકથી મધ્યપ્રદેશમાં અપહરણનો ગુન્હો આચરી નાસી છૂટેલા આરોપીને દબોચી લઈ મધ્યપ્રદેશ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ એમ.સી.જાડેજા,પો.હેડ.કોન્સ જે.બી.ઝાલા, પો.કોન્સ હીતેષભાઇ ચાવડા સહિતનો સ્ટાફ લીલાપર ગામે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ. જે.બી.ઝાલાની બાતમીને આધારે મધ્યપ્રદેશ રાજયના રાજગઢ જીલ્લાના તલેન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇ.પી.સી. કલમ ૩૬૩ મુજબના અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કમલસીંહ સિંધુલાલ માલવીય, ઉ.વ.૨૮ રહે.મુળ પીપલીયા, તકકુલ, તલેન તા. પંચોર જી. રાજગઢ રાજય મધ્યપ્રદેશ, હાલ રહે. લીલાપર ચોકડી ભુદરભાઇ બાવરવાની ઓરડીમાં તા.જી.મોરબી વાળાને આજરોજ લીલાપર ચોકડી પાસેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરેલ હતો.

- text

આ ઉપરાંત આ કામે ભોગબનનારને પણ શોધી કાઢી મધ્યપ્રદેશરાજય ના રાજગઢ જીલ્લાના તલેન પો.સ્ટે.ને સોંપવા કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું પોલીસ સબ ઇન્સપેકટર એસ.એ.ગોહીલે જણાવ્યું હતું.

 

- text