મોરબીમાં ઠંડીમાં ઠુઠવાતા ગરીબોને ધાબડા આપી જન્મદિવસની ઉજવણી

- text


મોરબી : હાલમાં શિયાળાની મોસમમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.ત્યારે બે ટંક ભોજનમાં પણ સાસા પડતા હોય તેવા ગરીબ લોકોની ગરમ કપડાં વગર કેવી કફોડી દશા થતી હશે ? તેવી ચિંતા કરીને જાણીતા ઉધોગપતિએ પોતાના પૌત્રના જન્મદિવસની ઉજવણી નિમિતે આવા ગરીબોને ગરમ ધાબડાની હૂંફ આપીને માનવતા મહેકાવી હતી.

મોરબીમાં રહેતા જાણીતા ઉધોગપતિ હંસરાજભાઈ ગામીના પૌત્ર તન્મયનો આજે જન્મદિવસ હતો. ત્યારે પૌત્રના જન્મદિનની ઠાઠમાઠથી ઉજવણી કરવાને બદલે હાલ ઠંડીની મોસમમાં ગરમ કપડાં વગર નિઃસહાય હાલતમાં જીવતા ગરીબોની ચિંતા કરી ઝૂંપટપટ્ટીમાં રહેતા આવા ગરીબ લોકોને 200 ગરમ ધાબળાનું વિતરણ કરીને દિન દુખિયાની સેવા એજ પ્રભુભક્તિ હોવાનો મેસેજ આપ્યો હતો.આ ઉપરાંત મધર ટેરેસા આશ્રમના અનાથ બાળકોને ઠંડીમાં હાથ પગની ત્વચાના રક્ષણ માટે કોસ્મેટિક વસ્તુઓ ભેટમાં આપીને પૌત્રના જન્મદિનની ઉજવણી કરી હતી.

- text

- text