મોરબી : મોબાઈલ ઇન્ટરનેટ યુગમાં ભુલાયેલ ટપાલ, ટીકીટથી વાકેફ થતા વિદ્યાર્થીઓ

- text


ઉમા વિદ્યા સંકુલના બાળકોએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી

મોરબી : આજના ઈન્ટરનેટ મોબાઈલના જમાનામાં પોસ્ટલ વિભાગની ટપાલો ભુલાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પોસ્ટલ ડિપાર્ટમેન્ટની કામગીરીથી વાકેફ કરાવવા ઉમા વિદ્યાલય મોરબી દ્વારા બાળકોને પોસ્ટ ઓફિસની મુલાકાતે લઈ જવાયા હતા.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પ્રવૃતિઓમાં હમેશા અગ્રેસર રહેતી ઉમા વિદ્યા સંકુલના ધોરણ ૫ અને ૬ ના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફીસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ખાસ હેતુ સંદેશા વ્યવહારની આપ-લે કઇ રીતે થાય છે તથા પોસ્ટ ઓફીસના તમામ વિભાગોની પ્રત્યક્ષ માહિતી મળે તે હતો.

વિદ્યાર્થીઓ માટેની આ ખાસ મુલાકાત દરમિયાન પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ તમામ વિભાગો તથા ટીકીટ, ટપાલ, કવર, નાણા વ્યવહાર વગેરે અંગે બાળકોને પ્રત્યક્ષ માહિતી આપી હતી.

વિદ્યાર્થીઓની આ પોસ્ટ ઓફીસની પહેલી મુલાકાત હતી. જેમાં રસપ્રદ માહિતી મેળવી બાળકો ખૂબ જ આનંદિત થયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અધારા અને પ્રિન્સિપાલ હિતેશભાઈ સોરીયાએ મોરબી પોસ્ટઓફીસના તમામ કર્મચારીઓનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text