પૂ.વીરબાઈ માં ની પૂણ્યતિથી નિમિતે મોરબીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


ધૂન ભજન, મહાઆરતી, પૂજન, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

મોરબી : સંત શિરોમણી શ્રી જલારામ બાપાના ધર્મ પત્નિ માતુશ્રી વીરબાઈ માં ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદીર ખાતે ધૂન ભજન, મહાઆરતી, પૂજન, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમ યોજાયા હતા.

વીરપુરના સંત શ્રી જોગી જલારામના ૧૬ વર્ષની વયે આટકોટના વતની પ્રાગજીભાઈ સૌમૈયાની સુપુત્રી વીરબાઈ માં સાથે થયા. ત્યારથી આ ભક્ત દંપતિ એ સેવાનો ભેખ ધારણ કર્યો. વિક્રમ સંવત ૧૮૭૬ મહા સુદ બીજના રોજ ભક્ત દંપતિએ સદાવ્રતની શરૂઆત કરી, જે આજે પણ અવિરત પણે વિરપુર મુકામે ચાલુ છે.

વિક્રમ સંવત ૧૮૮૬ મા એક વૃધ્ધ સાધુએ જલારામ બાપા પાસે સેવા માટે તેમની પત્નિની માંગણી કરી ત્યારે પૂ. જલારામ બાપા વીરબાઈની મંજુરી લેવા ગયા ત્યારે માતા તે જ ક્ષણે સાધુ સાથે ચાલતા થઈ ગયા હતા. સાધુના વેશમા આવેલ સાક્ષાત પરમાત્મા પોતાનો જોડી ધોકો મુકીને ચાલ્યા ગયા હતા. જે જોડી ધોકો આજે પણ વીરપુર મુકામે સ્થિત છે અને લાખો ભક્તજનો તેના દર્શને આવે છે. આ દંપતિની ભક્તિ તેમજ ત્યાગ જોઈ સૌ કોઈ અચંબિત રહી ગયા હતા. માતુશ્રી વીરબાઈ માં એ પોતાના ઘરેણા વેંચીને પણ સદાવ્રત ચાલુ રાખ્યુ હતુ.

છેલ્લા ઘણા વર્ષે થી વીરપુર મુકામે એક રૂપિયા નુ પણ દાન કે ભેટ સ્વિકારવામા નથી આવતી, છતાં પણ સદાવ્રત અવિરત પણે ચાલુ છે જે ઈશ્વરીય ચમત્કાર છે. વિક્રમ સંવત ૧૯૩૫ કારતક વદ નોમના દીવસે માતુશ્રી વીરબાઈ માં દેવ થયા હતા. આજ રોજ માતાની ૧૪૧ મી પુણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદીર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

- text

આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, રાજુભાઈ ગીરનારી, બદ્રીપ્રસાદ અગ્રાવત, ભાવીન ઘેલાણી, જીતુભાઈ કોટક, હીતેશ જાની, મનોજ ચંદારાણા, અમિત પોપટ, વીનુભાઈ લાંઘણોજા, નંદલાલ રાઠોડ, મનિષ પટેલ , કીશોરભાઈ ઘેલાણી, રઘુવંશી યુવક મંડળના પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કોટેચા, રવિ કોટેચા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

- text