મોરબીમાં સોડા બોટલિંગ પ્લાન્ટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

- text


જુગાર રમતા 9  રોકડ સહિત કુલ રૂ.11.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

મોરબી : મોરબીમાં એલસીબીએ પંચાસર રોડ ઉપર સોડા બોટલિંગના પ્લાન્ટમાં ધમધમતુ જુગારધામ ઝડપી લીધું હતું.અને સ્થળ પરથી જુગાર રમતા 9 શખ્સો ને રૂ.6.74 લાખની રોકડ રકમ સહિત કુલ રૂ.11.73 લાખ સાથે ઝડપી લીધા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજા મળેલી બાતમીના આધારે એલસીબી સ્ટાફે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ અમર સોડા બોટલિંગ પ્લાન્ટમાં જુગાર રમતા દીપેશ ઉર્ફે મુન્નો ગણેશભાઈ ધુમાલિયા, ભરત ભાઈ ગોરધનભાઇ સવસાણી, ચેતન ભાઈ ઉર્ફ કેતનભાઈ બાબુભાઇ કાલરીયા, જયંતીભાઈ ગંદુભાઈ ઠોરિયા,આંનદગિરી સુખદેવગીરી ગૌસ્વામી, હિતેશભાઈ ઉર્ફે સુધીર રમેશભાઈ વિરસોડિયા, નરેશભાઈ મગનભાઈ અઘારા, કેતન ઉર્ફે બળદેવભાઈ મનસુખભાઇ ઠોરિયા, અને ઉમેશભાઈ રણછોડભાઈ ભાડજાને રોકડા રૂ.6.84 લાખના તથા મોબાઈલ નંગ 9, બે મોટરસાઇકલ એક સ્વીફટ કાર મળી ને કુલ રૂ. 11.73 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જુગાર ની રેડ દરમિયાન અમર સોડા બોટલિંગ પ્લાન્ટવાળો સંજય ઉર્ફે પીટર લક્ષ્મી દાસ પટેલ હાજર નહીં મળી આવતા પોલીસે તેની સામે જુગરધારા મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

- text

- text