જય જલારામ ! મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના બહેનોના હસ્તે કેક કટિંગ

- text


મોરબી : પૂ. જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ નિમીતે આજે જલારામ સેવા મંડળ દ્વારા મોરબી શહેરમાં સતત ઉભા પગે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા બહેનોના હસ્તે પૂ.બાપાની કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું.

છેલ્લા અાઠ વર્ષથી મોરબીમાં જલારામ જયંતિના દીવસે વિશેષ વ્યક્તિઓને મુખ્ય મહેમાન બનાવી તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. જેમા પહેલા વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, ચોથા વર્ષે અંધજનો, પાંચમા વર્ષે અનાથઆશ્રમના બાળકો, છઠ્ઠા વર્ષે કીન્નરો, સાતમા વર્ષે શહીદ પરિવાર , આઠમા વર્ષે ભિક્ષુકો ને મુખ્ય મહેમાન બનાવવા મા આવ્યા હતા અને આ વર્ષે મુખ્ય મહેમાન તરીકે જેમની પાસે કોઈ વિશેષ સતા નથી, જેમનુ પગાર ધોરણ પણ નીચુ છે છતા ટાઢ તાપ વરસાદ મા સેવા મા તત્પર હોય છે તેવી ટ્રાફીક બ્રિગેડની બહેનોના હસ્તે કેક કટીંગ કરાયું હતું.

- text

વધુમાં જલારામ સેવા મંડળે જણાવ્યું હતું કે, નારી શક્તિનુ સન્માન કરવાના આશય સાથે ટ્રાફિક બ્રિગેડના બહેનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું, વધુમાં આ બહેનોને ક્યારેય પણ અતિથી વિશેષ નુ સ્થાન ન મળ્યુ હોય, હંમેશા બંદોબસ્ત મા વ્યસ્ત હોય છે. ક્યારેક તો અપમાન પણ સહન કરે છે માટે એમને આમંત્રિત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હોવાનું નિર્મિતભાઈ કક્કડે અંતમાં જણાવ્યું હતું.

- text