ચિયર્સ !! મોરબી બબ્બે પેગ મારીને નીકળેલા આઠ ઝડપાયા

- text


મોરબી : મોરબી પોલીસ દ્વારા દારૂ પી છાકટા બનતા તત્વોને ઝડપી લેવા હાથ ધરેલી ઝુંબેશમાં ગઈકાલે બબ્બે ત્રણ ત્રણ પેગ મારી મોજમાં નીકળેલા આઠ લોકોને પોલીસની મહેમાનગતિ માણવી પડી હતી.

મોરબી પોલીસ દ્વારા શહેરમાં ચેકીંગ દરમિયાન એ ડિવિઝન પોલીસે મુકેશભાઇ બોઘાભાઇ પરમાર, ઉવ.૪૨ ધંધો ડ્રાઇવીંગ રહે.રાજપર ગામ ભરતભાઇ મેરાભાઇ બોરીચાના મકાનમાં તા.જી.મોરબી, ચેતનભાઇ ઉર્ફે કારો ગંગારમભાઇ પારજીયા જાતે.પટેલ ઉ.વ.૨૫ રહે.મોરબી રવાપરગામ રવાપર રેસીડેન્સી સરસ્વતી એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૧, દિપકભાઇ રૂગનાથભાઇ અશરવા જાતે.પટેલ ઉ.વ.૩૦ રહે.મોરબી આલાપરોડ પટેલનગર ’’પટેલ રેસીડેન્સી બ્લોકનં.૬૦૨ અને શૈલેશભાઇ જયંતીભાઇ અટક કાલરીયા જાતે.પટેલ ઉ.વ.૩૩હાલ રહે.આલાપ સોસાયટી પ્લોટ નં-૩૦૨ મુળ
જીવાપરગામ તા. મોરબી વાળને જાહેરમાં લથડિયાં ખાતા પકડી લીધા હતા

- text

જયારે બી ડિવિઝન પોલીસે પ્રભુભાઇ વાલજીભાઇ દેકાવાડીયા જાતે કોળી ઉવ ૨૮ રહે કાલીન્દ્રી નદિના કાઠે આઇકોન સીરામીક સામે મોરબી, જીવણભાઇ મંગાભાઇ પીપળીયા જાતે કોળી ઉવ ૫૩ રહે ઉમીયાનગર ધાર, વિક્રમભાઇ છગનભાઇ સાવડીયા ઉવ ૨૫ મકનસર મફતીયાપરા, દિપકભાઇ પ્રભુભાઇ ઇન્દરીયા જાતે કોળી ઉવ ૩૩ રહે આઠ સો ઓરડી મહેન્દ્રસિંહજી હોસ્પીટલ પાસે મોરબી વાળને દારૂના નશામાં ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text