લાપતા બનેલા પપ્પીબેન મોરબી પહોંચી ગયા ! પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ

- text


અમદાવાદથી બસમાં બેસી અસ્થિર મગજના પપ્પીબેન મોરબી પહોંચી જતા એ ડિવિઝન પોલીસ મથકની ત્વરિત કાર્યવાહી

મોરબી : ગઈકાલે મોરબીના વાવડી રોડ ઉપરથી અસ્થિર મગજના પપ્પીબેન નામના મહિલા મળી આવતા 181 અભયમ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા જ્યાં તપાસનીશ અધિકારી એ.એસ.આઈ. આર.બી વ્યાસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી મહિલાના વાલી -વારસોને શોધવા પ્રયાસ કરવામાં આવતા ગણતરીની કલાકોમાં જ તેમના પરિવારજનોની જાણકારી મળી જતા મોડીરાત્રે પપ્પીબેન ઉર્ફે સંગીતાબેનનું તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

ગઈકાલે મોરબીના વાવડીરોડ ઉપર બાપાસીતારામ મઢુલી નજીકથી અસ્થિર મગજના અશક્ત મહિલા મળી આવતા અભયમ 181 દ્વારા આ મહિલાને મોરબી એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવતા તેઓ ફર્યું ફર્યું બોલી પોતાનુ નામ પપ્પીબેન હનીભાઈ હોવાનું જણાવતા હતા. બાદમાં આ અંગેની તપાસ એ.એસ.આઈ. આર.બી.વ્યાસને સોંપવામાં આવતા પપ્પીબેનને સુરક્ષિત આશરા માટે યદુનંદન ગૌશાળા ખાતે મોકલી આપી તેમના વાલી વારસ ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

- text

બીજી તરફ ઉપરોક્ત વર્ણ વાળા બહેન અમદાવાદથી લાપતા બન્યા હોવાનું જાણવા મળતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કાગડાપીઠ પોલિસ મથકમાં સંગીતાબેન વીરેન્દ્ર સ્વરૂપ ભટનાગર નામના બેન લાપતા બન્યા હોવા અંગે તેમના ભાઈ અનિલભાઈએ અરજી આપી હોવાનું બહાર આવતા તુરત જ વર્ણન વાળા બહેન અંગે તમના પરિવારને જાણ કરવામાં આવી હતી.

બાદમાં પપ્પીબેન ઉર્ફે સંગીતાબેન ભાતનગરના રાજકોટ રહેતા ભાભી જ્યોતિબેન મોરબી પોલીસ મથકે આવતા ખરાઈ કરી એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ. આર.બી.વ્યાસ દ્વારા તેમને પપ્પીબેનનો કબ્જો સોંપી આપી માનવતાવાદી કાર્ય કર્યું હતું.

- text