મોરબીના લાતીપ્લોટમાં અનૈતિક સંબંધ મામલે હુમલો

- text


અગાઉ પુત્રી સાથે અનૈતિક સંબંધ મામલે પિતાએ છરી મારતા ત્રણ શખ્સોએ જૂની અદાવતમાં હુમલો કર્યો

મોરબી : મોરબીના લાતીપ્લોટમાં અગાઉ પોતાની પુત્રી સાથે અનૈતિક સંબંધ રાખનાર શખ્સને છરી હુલાવી દેનાર પિતાને ગઈકાલે ત્રણ શખ્સોને મળી હુમલો કરી પાઇપ,બેઝબોલના ધોકા અને કમરપટા વડે મારમારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર -3 માં હસમુખ દિપક સોવલીયા ઉ.45 ને સોયબ ઉર્ફે સોયબીઓ,રહેમાન ડી.જે.વાળો અને રહેમાનના ભાઈએ એકસંપ કરી હુમલો કરી લોખંડના પાઇપ,બેઝબોલના ધોકા અને કમરે બાંધવાના પટ્ટા વડે માર મારી ટાંટિયા ભાંગી નાખતા આ મામલે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

- text

વધુમાં જાણવા મળ્યા મુજબ અગાઉ હસમુખની પુત્રી સાથે સોયબને અનૈતિક સંબંધ હોય ફરિયાદી હસમુખે સોયાબને પાંચેક માસ અગાઉ છરીના ઘા ઝીક્યાં હોય ગઈકાલે જુના મનદુઃખના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

- text