મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં નિયમભંગ : ચૂંટણી મોકૂફ

- text


સીઆરસી અને બીઆરસી કોઓર્ડીનેટરો દ્વારા ઉમેદવારી નોંધાવી બંધારણનું ઉલ્લંઘન કરતા શિક્ષકો ધૂઆ ફુઆ : જિલ્લા શિક્ષણાધિકારીએ ગાંધીનગર રિપોર્ટ કર્યો

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં બંધારણના નિયમનો ભંગ કરી બીઆરસી અને સીઆરસી કોઓર્ડીનેટર ચૂંટણી લડવા મેદાને ઉતરતા શિક્ષકોએ વિરોધ નોંધાવતા આ મામલે ગાંધીનગર રિપોર્ટ કરી શિક્ષણાધિકારી દ્વારા ચૂંટણી મોકૂફ રાખવા આદેશ કરતા ચકચાર જાગી છે.

હાલમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે જેની હકીકતમાં મુદત જાન્યુઆરી – ૨૦૧૮માં પુરી થઈ ગયેલ હોય બંધારણ મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં તાલુકા શાળામાં અને માર્ચના અંત સુધીમાં તાલુકા શિક્ષક સંઘની અને એપ્રિલ કે મેં માસના અંતમાંથી પૂર્ણ કરવાની હોય છે પણ હાલના હોદેદારોએ યેનકેન પ્રકારે હોદા પર ચીટકી રહેવા માટે એકાદ તાલુકા સિવાય બધા તાલુકામાં એકી સાથે ચુટણી સંઘ કરાવી શક્યું નહિ અને હાલ પરીક્ષાના માહોલમાં ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં જિલ્લા પંચાયત દ્વારા અપાયેલ મંજૂરી અને બંધારણની જોગવાઈના આધારે ચૂંટણી યોજવાની હોય છે અને પ્રતિનિધિની નિમણુંક કરવાની હોય છે.

પરંતુ બંધારણની જોગવાઈ મુજબ સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધો.૧ થઈ ૮ ના શિક્ષકો મુખ્ય શિક્ષક, HTAT આચાર્ય વગેરે સભ્ય થઈ શકે અને ચૂંટણીમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે પણ સી.આર.સી. બી.આર.સી.તરીકે ફરજ બજાવતા કો.ઓર્ડીનેટર સંઘના સભ્ય થઈ શકે નહીં એવી જોગવાઈ હોવા છતાં મનફાવે તે રીતે નીતિનિયમો નેવે મૂકી, ધાક ધમકીનો ઉપયોગ કરી વાંકાનેર તાલુકા સી.આર.સી.બી.આર.સી. કો.ઓર્ડીનેટર સંઘના સભ્ય બની ગયેલ છે હકીકતમાં અત્યાર સુધી ચાલતી પરંપરા મુજબ તમામ તાલુકામાં સી.આર.સી. બી.આર.સી.ને વધારાની એક પે સેન્ટર ગણી દરેક તાલુકામાં એક એક પ્રતિનિધિ મળે અને HTAT આચાર્યને સંઘના સભ્ય થવાની જોગવાઈ હોવા છતાં અને અનેક વખત મૌખીક લેખિત રજૂઆતો કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને આ અગાઉ લેખિત સૂચના આપવા છતાં HTAT આચાર્યોને માળિયા અને હળવદ તાલુકા સિવાય સુચનાનો અમલ કરેલ નથી અને સભ્ય બનાવેલ નથી તેમજ નિયમ મુજબ ચુટણી વખતે જે તે તાલુકા શાળામાં ૫૦ કે ૫૦ થી ઉપર ફી ભરેલા શિક્ષકોની સંખ્યા હોય તો બે પ્રતિનિધિ ચૂંટવાના હોય છે પણ કેટલી શાળામાં ૫૦ થી નીચેની સંખ્યા હોવા છતાં મન ઘડનત રીતે બે પ્રીતિનિધિ પસંદ કરી બંધારણનો ભંગ કરેલ છે.

- text

ઉપરાંત હાલ શાળાઓમાં પરીક્ષા ચાલી રહી હોવા છતાં શિક્ષકો શિક્ષણકાર્ય નેવે મૂકી ચૂંટણીમાં જ રચ્યા પચ્યા રહે છે અને તડજોડની રાજનીતિ કરી રહ્યા છે ખરેખર તો ચૂંટણીનો યોગ્ય સમય ગાળો હોય જાહેરનામું બહાર પાડી ત્રણ ચાર દિવસનો સમય આપી એકી સાથે દરેક પે સેન્ટર શાળામાં ચૂંટણી પ્રક્રિયા કરવી જોઈએ એના બદલે છેલ્લા દસ દિવસ થી દરરોજ જુદી જુદી શાળાઓમાં ચૂંટણી કરાવવામાં આવે છે એટલે સમય,શક્તિ,અને શિક્ષણ કાર્યનો બગાડ થાય છે, વળી કેટલીક શલાઓમાં શિક્ષકોને ડરાવી ધમકાવી અધિકારપત્રમાં સહી લઈ લેવામાં આવી છે તો કેટલીક શાળાઓમાં અધિકાર પત્ર પણ આપતા નથી.

ખરેખર તો જાહેરનામું બહાર પાડી નિયમો ઘડી, સાધારણ સભા બોલાવી સર્વસંમતિથી નિયમો લેટરપેડમાં લખીને આપ્યા બાદ જ ચૂંટણી યોજવાની હોય છે પણ આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવેલ નથી આવી બધી વિસંગતતાના કારણે કેટલાક શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારી પાસે દાદ માગતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ગાંધીનગર પાસે માર્ગદર્શન માગેલ છે જ્યાં સુધી માર્ગદર્શન ન મળે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા રદ કરતો પરિપત્ર કરતા સાચા શિક્ષકોમાં હાશકારો અને ખોટા લોકોમાં ફફડાટ ફેલાયો છે સાથે સાથે શિક્ષક સંઘની ચૂંટણીમાં પણ રાજકારણ ઘર કરી જતા શિક્ષકોમાં કચવાટની લાગણી ફેલાણી છે.

- text