મોરબીના સ્યુસાઇડ પોઇન્ટ મયુરપુલ ઉપર જાળી રૂપે લોખંડી જાપ્તો

- text


માર્ગ અને મકાન વિભાગ દ્વારા મયુરબ્રિજની જોખમી પાળી ઉપર ચાર ફૂટ ઊંચી જાળી નાખવાનું કામ શરૂ

મોરબી : સ્યુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા મોરબીના મયુરબ્રિજ ઉપર આપધાતના બનાવ અટકાવવા જોખમી પાળી ઉપર લોખંડી જાળીનુ સુરક્ષા કવચ ફિટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, લોકભાગીદારીથી હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાર – ચાર ફૂટ જાળી ફિટ કરવામાં આવી રહી છે.

મોરબીના મયુરબ્રિજ ઉ૫૨ આપઘાતના બનાવો અટકાવવા માટે સુરક્ષા કવચ આપવાની કવાયત શરૂ કરાઈ છે. જેમાં તંત્ર દ્વારા લોકભાગીદારીથી પુલની બંને બાજુએ લોખંડની જાળી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોરબીની મધ્યમાં આવેલા મયુર બ્રિજ પર અનેક આપઘાતોના બનાવ બન્યા છે. મયુરપુલની પાળી પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યા છે જેથી આ પુલ આપઘાત કરવા માટેના સ્થળ તરીકે પંકાઇ ગયો છે અને ઉતરોતર અહી આપઘાતના બનાવો વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.

- text

જોકે આપધાતના બનાવો અટકાવવા માટે પુલ પર જાળી મુકવા માટે અગાઉ જિલ્લા કલેક્ટરને રજુઆત પણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પુલની પાળી ઉપર આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ગંભીર અકસ્માત થવાની પણ દહેશત ઉભી થઈ છે જેથી તમામ બાબતોની ગંભીરતા ધ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોક્ભાગીદારીથી મયુરપુલ ઉપર ૪ ફુટ ઉચી લોખંડની જાળી નાખવાની કામગીરી હાથ ધરાઈ છે.

- text