મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા જુદી – જુદી ગૌશાળાઓને લાખોનું દાન

- text


નવરાત્રી મહોત્સવની આવકમાંથી ગૌસેવા ઉપરાંત વૃદ્ધાશ્રમના વડીલો અને અનાથ આશ્રમને પણ દાન અપાયું

મોરબી : મોરબીમાં પાટીદાર નવરાત્રી મોહત્સવ દ્વારા નવલા નોરતાની નવ – નવ રાત્રી દરમિયાન માં નવદુર્ગાની આરધના કર્યા બાદ આ નવ દિવસ દરમિયાન થયેલ રકમ પાટીદાર સમાજના આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે તેમજ ગાય માટેની સેવા માટે વાપરવા માં આવે છે ત્યારે ગઈકાલે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ રોકડ રકમ ગાયની સેવા માટે દાન કરવા માં આવી હતી ઉપરાંત વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમને પણ દાન અપાયું હતું.

પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા ગઈકાલે મોરબીની વિવિધ ગૌશાળાઓને દાન આપવામાં આવ્યું હતું જેમાં નાનીવાવડી ગામે આવેલ અંધ અપંગ માધવ ગૌ શાળામાં રૂ. ૩ લાખ રોકડ રકમ તેમજ માધવ ગૌ શાળા રવાપર રૂ. ૨ લાખ રોકડ રકમ આપવામાં આવી હતી.

 

આ ઉપરાંત મોરબી પાંજરાપોળમાં રૂ. ૨ લાખ રોકડ રકમ, યદુનંદન ગૌ શાળા રૂ. ૭ લાખ રોકડ રકમ, બગથળા નકળંગ ગૌ શાળામાં રૂ. ૨ લાખ રોકડ રકમ, મોરબી વૃદ્ધાશ્રમ માટે રૂ. ૫૦ હજાર તેમજ અનાથ આશ્રમમાં રૂ.૫૦ હજારની રોકડ રકમ આપી પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા માનવસેવા અને અબોલજીવોની સેવા માટે ઉત્તમ કાર્ય કર્યું હતું.

- text

- text