મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની હેન્ડબોલ સ્પર્ધામાં નવયુગ સંકુલનો ડંકો

- text


વિજેતા થયેલા વિદ્યાર્થીઓ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલમહાકુભ-2018માં નવયુગ સંકુલના ખેલાડીઓ હેન્ડબોલ સ્પર્ધામાં મેદાન માર્યું છે. હવે આ ખેલાડીઓ રાજ્યકક્ષાએ પોતાનું કૌવત દાખવશે.

મોરબી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની હેન્ડબોલસ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં 45 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ સંકુલની અન્ડર ૧૭ ગર્લ્સ ટીમ જિલ્લામાં પ્રથમ સ્થાને વિજેતા બની હતી. સાથે અન્ડર ૧૪ ગર્લ્સ ટીમ જિલ્લામાં તૃતીય ક્રમે, અન્ડર ૧૪ બોયસ ટીમ જિલ્લામાં બીજા ક્રમે, ઓપન એજ ગ્રુપ ટીમ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે રહી છે.

- text

વિજેતા થયેલા આ વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાએ ભાગ લઈ મોરબી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. આ ગૌરવવંતી સિદ્ધિ નવયુગ સંકુલ -વિરપર ના સ્પોર્ટ્સ ટીચર શૈલેષભાઇ પરમારની અથાગ મહેનતથી મળી છે તે બદલ પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે તેમજ ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ આપી છે.

- text