મોરબીના ટેણીયાએ પશુપક્ષીના આશ્રયસ્થાનના નિર્માણ કાર્યમાં સહયોગી બની જન્મદિવસ ઉજવ્યો

- text


પરિવાર તેમજ સગા સંબંધીની મદદથી રૂ. ૨૨ હજાર જેવી માતબર રકમ એકત્ર કરીને પશુ પક્ષીઓના લાભાર્થે તેનું અનુદાન કર્યું

મોરબી : મોરબીના ૧૧ વર્ષના ટેણીયાએ ચબૂતરાના નિર્માણ કાર્યમાં સહયોગ આપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ બાળકે પરિવાર તેમજ સગા સંબંધીની મદદથી રૂ. ૨૨ હજાર જેવી માતબર રકમ એકત્ર કરીને પશુ પક્ષીઓના લાભાર્થે તેમના આશ્રય સ્થાનના નિર્માણ કાર્ય માટે તેનું અનુદાન કર્યું હતું.

- text

મોરબી યુનાઇટેડ યુથ જીવદયા ગ્રૂપના સભ્ય હિતેશભાઈ મસોત ( સોહમ સ્ટુડિયો)ના ૧૧ વર્ષના લાડકવાયા પુત્ર હેત મસોત દ્વારા અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલ યુનાઇટેડ જીવદયા ગ્રુપ દ્વારા પશુપક્ષીઓના આશ્રય સ્થાનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે હેત મસોતે પરિવાર, સગા સંબંધી તેમજ સોહમ ગ્રુપની મદદથી રૂ. ૨૨,૩૦૦ જેટલી રોકડ રકમ એકત્ર કરીને પશુ પક્ષીઓના આશ્રય સ્થાનના નિર્માણ માટે અનુદાન કરી હતી. આમ ૧૧ વર્ષના બાળકે બર્થ ડે પાર્ટીમાં પૈસાનો ખર્ચ કરવાને બદલે આ પ્રકારે સેવાનું કામ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

- text