મોરબીમાં રવિવારે રઘુવંશી યુવક – યુવતી માટૅ નિઃશુલ્ક પરિચય મેળો

- text


અત્યાર સુધીમાં ૭૭૩ એન્ટ્રી આવી : ભાગ લેનાર તમામને બીએસએનએલના સીમકાર્ડ અપાશે

મોરબી : મોરબી ખાતે આગામી તા. ૩૦ ને રવિવારનાં રોજ જલારામ જયંતિ ઉત્સવ સમિતિ તથા લોહાણા મિત્ર મંડળ દ્વારા રઘુવંશી અમાજના યુવક – યુવતીઓ માટે લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે નિઃશુલ્ક પરિચય મેળો યોજેલ છે જેમાં ૭૭૩ થી વધુ એન્ટ્રી આવી છે.

મોરબી ખાતે યોજાનાર રઘુવંશી યુવક – યુવતી પરિચય મેળામાં આવનાર દરેક ઉમેદવાર તેમજ તેમના બે વાલીને ફ્રી એન્ટ્રી, સવારે નાસ્તો, ચા કોફી તથા બપોરે જમવાનું આયોજન કરાયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું સાથે સાથે ઉમેદવારોને બુકલેટ પણ ફ્રી આપવામાં આવશે, આ પરિચય મેળામાં અત્યાર સુધી યુવક એન્ટ્રી ૫૨૦ તથા યુવતી એન્ટ્રી ૨૨૩ આવેલ છે. તેમજ પરિચય મેળાના દિવસે પણ જે ઉમેદવાર સમયસર આવશે તેમને પણ સ્પોટ એન્ટ્રી આપવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

- text

આ કાર્યક્રમમાં લોહાણા વિદ્યાર્થી ભવન કારોબારી તથા ટ્રસ્ટી મંડળ તેમજ પોપટ પરિવાર જીવનધારા વેવિશાળ માહિતી કેન્દ્ર પણ સહયોગ આપેલ છે. પરિચય મેળા માટે વિશેષ માહિતી તથા અન્ય કામકાજ માટે આયોજક ભુપતભાઈ રવેશીયા મો. નં. ૯૬ ૬૪૮ ૪૫૯૪૫, ૯૮૯૮૦ ૧૫૦૬૬ તથા મહેશભાઈ રાજા મો.નં. ૯૮૭૯૫ ૫૩૦૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

પરિચય મેળાના સ્થળે સવારથી થેલેસેમીપા કેમ્પનું પણ ફ્રી આયોજન લોહાણા મહાપરિષદના સહયોગથી કરેલ છે તેમજ દરેક વ્યકિતને બી.એસ.એન.એલ. નું સીમ કાર્ડ વ્યકિત દીઠ વિનામૂલ્યે આપવામાં આવશે જેના માટે આધાર કાર્ડની ઝેરોક્ષ લાવવાની રહેશે. આ પરિચય મેળામાં દરેક રઘુવંશી સમાજને પધારવા અનુરોધ કરાયો છે.

 

- text