યુવા હૈયાઓના દિલની વાત રજૂ કરતી ગુજરાતી વેબ સિરીઝ અધ્ધવચ્ચે : પ્રથમ એપિસોડ રિલીઝ

- text


મોરબીના ડેન્ટિસ્ટ જીગર બરાસરા અને મિત્રોએ બનાવી ગુજરાતી વેબ સિરીઝ ‘અધવચ્ચે’ : યુ – ટ્યુબ ચેનલ the talking monocle પર ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ એપિસોડમાં જ યુવાનોના અભિનય કલાને બિરદાવી ચાહકો દ્વારા ભરપૂર કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે.

મોરબી : આજના યુવક – યુવતીઓના મનની મુંઝવણ અને દિલની વાતને રજૂ કરતી વેબ સિરીઝ અધ્ધવચ્ચે નો આજઘી યુ – ટ્યુબ ચેનલ the talking monocle પર ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ એપિસોડમાં જ યુવાનોના અભિનય કલાને બિરદાવી ચાહકો દ્વારા ભરપૂર કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે.

આજના યુવાનોની કન્ફ્યુઝ્ડ મેન્ટાલીટીને કેન્દ્રમાં રાખીને વર્તમાન સમયમાં મુંઝવતા પશ્ર્નો જેવા કે, લીવ-ઈન રિલેશનશીપ, ઓફીસ લવ તથા પેરેન્ટ્સ અને યુથ વચ્ચેના કોમ્યુનિકેશન – ગેપ જેવા અતિ મહત્વના અને ગંભીર ટોપીક્સને સાંકળી લઈ મોરબીના જીગર બરાસરા અને તેમના મિત્રોના ગ્રુપ દ્વારા The talking monocle નામથી એક ટીમ બનાવી અર્બન ગુજરાતી વેબસીરીઝ બનાવી છે જેમા રજૂ કરવામાં આવેલી કહાની જાણે આપણી સાથે જ ઘટતી ઘટનાઓ નો એક હિસ્સો હોય તેવી અનુભૂતિ યુવાનોને થઈ રહી છે.

- text

આજથી યુ – ટ્યુબ ચેનલ the talking monocle ઉપર ” અધવચ્ચે “શીર્ષક હેઠળ જુદા – જુદા ત્રણ એપિસોડમાં શરૂ થયેલી આ વેબ સિરીઝમાં આજના યુવાનોની બેઝીક ડીમાન્ડ, વૈચારીક સ્વતંત્રતાના મુદાને વણી લેવામાં આવ્યા છે, સ્વતંત્રતા હોવા છતાં એ સ્વતંત્રતાની સાથે આવતી જવાબદારી ઉપર તેઓ કાયમ રહી શકતા નથી અને અનેક એવી બાબતોનો સામનો કરે છે જે વાસ્તવમાં સાવ સામાન્ય હોય છે.

the talking monocle વેબ સિરીઝનું લેખન, ડિરેકટર અને અને મ્યુઝિક કમ્પોઝરનું કામ દેવલ શુકલાએ બખૂબી નિભાવી સાથે સાથે આ વેબ સિરીઝમાં અનંતનું પાત્ર પણ ભજવ્યું છે. યુવાનો માટે બનેલી આ વેબ સિરીઝમાં જીગર બરાસરા સન્નીની ભૂમિકામાં છે, નોંધનીય છે કે જીગરે અગાઉ ગુજરાતી ફિલ્મ ફેકબુક ધમાલમાં કેરેકટર રોલ કર્યો છે આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ગુજરાતી વેડિંગ ઇન ગોવામાં લીડ રોલમાં એક્ટ્રેસની ભૂમિકા ભજવનાર ગરીમાં ભારદ્વાજ, નહેલ ગણેશન, ઋત્વિજ ભટ્ટ, ઉર્વીશ વ્યાસ, રવિના વ્યાસ સહિતના યુવા કલાકારોએ ઉમદા ભૂમિકા ભજવી તમામ પાત્રોમાં જીવ રેડયો છે.

જો તમે પણ યુવાવસ્થાની કન્ફ્યુઝડ લાઈફ જીવ્યા છો કે અનુભવી છે ? યુ-ટ્યુબ ચેનલ The talking monocle ઉપર રિલીઝ થયેલી વેબસીરીઝ ચોક્કસ તમને ગમશે જ તો, નિહાળવાનું ચૂકશો નહિ આજે જ નિહાળો અને આપની કોમેન્ટ અચૂક પણે આપશો.

તો યુ-ટ્યુબ ચેનલ The talking monocle ઉપર રિલીઝ થનારી વેબસીરીઝ નિહાળવાનું ચૂકશો નહિ.

ગુજરાતી વેબ સિરીઝ ‘અધવચ્ચે’નો પ્રથમ એપિસોડ જુઓ..

- text