મોરબી નજીક કોપીરાઈટ વાળા ચૂનાના રોલનું પ્રિન્ટિંગ કરતું કારખાનું ઝડપાયુ

- text


તાલુકા પોલીસે રાજા પોલીમર્સના ત્રણ સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી રૂ. ૧.૦૧ કરોડનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબી નજીક કોપીરાઈટ ધરાવતા ચુનાના પાઉંચના રોલનું પરવાનગી વગર પ્રિન્ટિંગ કરતું કારખાનું ઝડપાયું છે. કારખાનાના ૩ સંચાલકો સામે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે બાયપાસ રોડ, આરટીઓ પાસે રાજા પોલીમર્સમાં દરોડો પાડી કોપીરાઈટ ટ્રેડમાર્ક ધરાવતી સિદ્ધાંત લાઈમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પરવાનગી વિના તેના ચુનાના પાઉંચના રોલ પ્રિન્ટિંગ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે.

- text

તાલુકા પોલીસે આ કારખાનામાથી રૂ. ૧,૦૧,૩૬,૫૮૮નો મુદામાલ જપ્ત કરી સંચાલકો અંકુરભાઈ ચતુરભાઈ પાંચોટીયા, ચંદુલાલ ઉર્ફે રાજાભાઈ બાબુભાઇ ઉપરેજા અને દશરથભાઈ ચતુરભાઈ દલવાડી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text