મોરબી : ધ્રાંગધ્રા શાખા નહેરની અંદર ચેકડેમ અને બકનળી !! ખેડૂતોમાં રોષ

- text


પાણી ન મળતા ખેડૂતોએ ૧૨૪ કીમી લાંબી નહેરનું ચેકીંગ હાથ ધર્યું : ચેકીંગમાં બહાર આવી વિગતો

મોરબી : મોરબી, માળીયા અને હળવદ તાલુકાના ગામોને પાણી પૂરું પાડતી ધ્રાંગધ્રા શાખા નહેરમાંથી પાણી ન મળતું હોવાથી ખેડૂતોએ ૧૨૪ કીમી લાંબી નહેરનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં આ નહેરમાં અંદર ચેકડેમ અને બકનળીઓ જોવા મળતા ખેડુતો રોષે ભરાયા છે.

નર્મદાનું પાણી મોરબી, માળીયા અને હળવદ તાલુકાના ગામો તેમજ સુરેન્દ્રનગરના ગામોને મળી રહે તે માટે ૨૫૨ કરોડના ખર્ચે ધ્રાંગધ્રા શાખા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નહેરમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં તે પાણી ખેડૂતો સુધી પહોંચ્યું ન હતું. જેથી ૨૦૦ જેટલા ખેડૂતોએ મળીને ૧૨૪ કીમી લાંબી કેનાલનું ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

- text

નહેરમાં અંદરના ભાગે ચેકડેમ તેમજ બકનળી બનાવીને પાણીને રોકવામાં આવ્યું હોવાનું જોવા મળતા ખેડુતી રોષે ભરાયા છે. કેનાલમાં પાણી રોકવા માટે અનેક જગ્યાએ ગેરકાયદે પાળા અધિકારીઓની મહેરબાની થી બનાવવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ગેરકાયદે બનાવાયેલા પાળાથી ખેડૂતો સુધી પાણી પહોંચતું ન હતું. જેથી આ મામલે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે.

- text