સીરામીક ફેકટરીમાં ટાકી સાંફ કરતા બે સગાભાઈઓના ગૂંગળાઇ જવાથી મોત

- text


વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક આવેલી સિરામિક ફેકટરીમાં ટાંકી સફાઈ કરતી વેળાએ બે સગા ભાઈઓના ગૂંગળાઈ જતા મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામના રહેવાસી બલદેવ જીવણ કોળી (ઉ.વ.૨૦) અને ભરત જીવણ કોળી (ઉ.વ.૨૪) બંને ભાઈઓ ઢુવા નજીકની કલાસી સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા હોય અને આજે પાણીની ટાંકીની સફાઈ કરતા હતા તે દરમિયાન ગૂંગળાઈ જતા બંને ભાઈઓના મોત નીપજ્યા હતા જે મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

 

- text