ટંકારા નજીક ૧૦૦ ટનથી વધુ રેતી ભરેલ ચાર ટ્રક ઝડપી લેતું આર.આર.સેલ

- text


રોયલ્ટી દંડ વસુલાત માટેની કાયદેસરની કાર્યવાહી માટે ટ્રક ટંકારા પોલીસને સોપાયા

ટંકારા : દારૂ, જુગાર જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ પર ધોસ બોલાવતી આર.આર.સેલની ટીમે આજે ટંકારા નજીકથી ૧૦૦ ટનથી વધુ રેતી ભરેલા ચાર ટ્રક ઝડપી લેતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

રેન્જમાં ચાલતી ગેરકાયદેસર પ્રવતિ નાબુદ કરવા માટે સંદીપસિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જ રાજકોટ દ્વારા આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાને કડક હાથે કામગીરી કરવા સુચના આપતા જે અન્વયે ટંકારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પરવાના વગરની ખાણ ખનીજ ( રેતી ) ભરેલ ટ્રકો મળી આવતા ટ્રક ચાલક (૧) ચોથાભાઇ થોભણભાઇ ઝાપડા રે.ગાંધીગ્રામ રાજકોટ (ર) ફીરોઝ યુસુફભાઇ હીંગોરીયા રે.મોવૈયાધાર પડધરી (૩) કમલસીંગ મગસીંગ સીસોદીયા રે.બજરંગવાડી રાજકોટ તથા (૪) દીલીપ જેન્તીભાઇ બાબરીયા રે.વેજાગામ રાજકોટ વાળાઓ મળી કુલ ચાર(૪) ટ્રકોમાં ભરેલ ખાણ ખનીજ (રેતી) ટન-૧૦૦ થી વધુની સીઝ કરી મદદનીસ ભુસ્તર શાસ્ત્રી, મોરબી ખનીજ ખાતા તરફ રોયલ્ટી વસુલ કરવા જરૂરી કાર્યવાહી કરી હતી.

- text

વધુમાં ઝડપાયેલા આ ચારેય ટ્રક ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આપી કાયદેસર કાર્યવાહી કરવા સીઝ કરેલ વાહનો સોંપી આપવામાં આવ્યા હતા. આર.આર.સેલ દ્વારા ખનીજ ચોરો પર તવાઈ ઉતારાતા ખનીજ માફિયાઓમાં દોડધામ થઈ પડી હતી.

- text