દુષ્કર્મ કેસને પગલે વિજય સરડવાએ દત્તક લીધેલી શાળા પરત લેવાઈ

- text


જિલ્લા શિક્ષણ અધિકારીએ વિજય સરડવાના ઓનેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટની શાળા દતકનો હુકમ રદ્દ કર્યો

મોરબી : દુષ્કર્મ કેસમાં ફસાયેલ મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખના ટ્રસ્ટને આપવામાં આવેલી શાળા સરકાર હસ્તક લેવા શિક્ષણાધિકારીએ હુકમ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવા વિરુદ્ધ શિક્ષિકાએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાવતા હાલમાં કોંગી અગ્રણી વિજયભાઈ સરડવા પોલીસ રિમાન્ડ હેઠળ છે ત્યારે બીજી તરફ આ શિક્ષિકા જે શાળામાં ફરજ બજાવે છે તે શાળાને વિજયભાઈ સરડવાના ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવી હોવાથી આજે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા દત્તક આપવાનો હુકમ રદ્દ કરતો આદેશ જારી કર્યો છે.

- text

વધુમાં જાણવા મળ્યા મુજબ દુષ્કર્મ કેસના આરોપી વિજયભાઈ સરડવાએ ઓનેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટના નામથી શાળા દત્તક લીધી હોય ઉપરાંત આ શાળામાં જ ભોગ બનનાર શિક્ષિકા ફરજ બજાવતા હોવાથી
જીલ્લા શિક્ષણાધિકારીએ શાળા દત્તક દેવાનો હુકમ રદ્દ કરતા પૂર્વ પ્રમુખને વધુ એક ફટકો પડયો છે.

 

- text