મોરબીમાં રવાપર રોડ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું

- text


નગરપાલિકાની ટીમે હજારો પ્લાસ્ટિકના ગ્લાસ અને પ્લાસ્ટિક જપ્ત કર્યું

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી લેવાની ઝુંબેશ વેગવંતી બનાવી આજે રવાપર રોડ પરથી જુદી – જુદી ચાર જેટલી દુકાનોમાં દરોડા પાડી હજારો પ્લાસ્ટિકના ગ્લાસ અને પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકાર્યો હતો.

આજરોજ નગર પાલિકાની ટીમ દ્વારા રવાપર રોડ પર દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં ડાયમંડ બેકરીમાંથી ૫૦૦૦ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગ્લાસ મળી આવતા રૂ.૨૦૦૦ નો દંડ વસુલ કરાયો હતો, જ્યારે રોયલ પ્લાસ્ટિકમાંથી ૧૫૦૦૦ ગ્લાસ મળી આવતા રૂ. ૨૫૦૦ દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text

આ ઉપરાંત અન્ય બે દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા રૂ.૫૦૦  દંડ ફટકારી તમામ વેપારીઓને સાનમાં સમજી જવા કડક તાકીદ કરવામાં આવી હતી.

પ્લાસ્ટિક ઝડપી લેવાની આ કાર્યવાહી નગર પાલિકાના ચીફ ઓફિસર સરૈયાની સૂચના હેઠળ ટીમના દીપકસિંહ, હમીરભાઈ ગોગરા , નરેન્દ્રસિંહ સૂરમાં , જયદીપ લોરીયા, રમેશભાઈ રબારી, મહેશભાઈ રબારી, શક્તિ મકવાણા , શક્તિ રાઠોડ સાહિતનાઓએ કાર્યવાહી કરી હતી.

- text