ટંકારામાં ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ : જુદા જુદા પાંચ સ્થળોએ પંડાલ

- text


 

ટંકારા : દુંદાળાદેવ ગણપતિબાપાનો મહોત્સવ ઉજવવા ટંકારામા ભારે થનગનાટ વચ્ચે શહેરમા લગભગ પાંચેક સ્થળે ગણપતિબાપાના પંડાલનુ સ્થાપન કરવામાં આવી છે જેમા, હાઈવે કાંઠે કષ્ટભંજન હનુમાન મંદિર સામે અને સિધ્ધીવિનાયક પંડાલમા વિશાળકાય ગણપતીબાપાની મૂતિઁનુ મુંબઈથી આગમન થઈ ચુકયુ છે.ઉપરાંત અનેક ગામડે પણ ગણપતીબાપાના સ્થાપન કરી આજે વિધિપૂર્વક ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ કરાયો હતો.

ટંકારામા આજે ગણેશ ચતુથીઁ શરૂ થતા ગણેશ ઉત્સવ ઉજવવા ભારે થનગનાટ વચ્ચે શહેરના ગાયત્રીનગર, લક્ષ્મિનારાયણ સોસાયટી, જીવાપરા રાધાકૃષ્ણ. મામલતદાર કચેરી પાસે સહીતના વિસ્તારમાં પાંચેક સ્થળે દુંદાળાદેવનુ આગમન થયુ હતું. જેમા સૌથી વધુ આકષઁણ રાજકોટ મોરબી હાઈવે ઉપર કષ્ટભંજન હનુમાન મંદિરની સન્મુખ અરવિંદ બારૈયાના સિધ્ધિવિનાયક પંડાલે જમાવ્યું હતું અહીં વિશાળ ડોમ ઉભો કરાયો છે.

- text

અહિયા મુંબઈથી ટ્રક મારફત વિશાળકાય ગણપતીબાપાની મૂતિઁ મંગાવવામાં આવી છે. સિધ્ધિવિનાયક ગૃપના લાલાભાઈ આચાયઁ સહિતના યુવકોએ ક્રેનની મદદથી મૂતિઁ પંડાલમા પધરાવી હતી. જેનુ આજે ગણેશ ચતુથીઁએ શાસ્ત્રોકત વિધીથી મંત્રોચ્ચાર, યજ્ઞ વડે શાસ્ત્રી મિલનભાઈ પુરોહિતના આચાયઁપદે ધામિઁક વિધી પૂણઁ કરી વાજતે ગાજતે સામૈયા કરી વિધીવત સ્થાપન કરવામા આવ્યુ હતું.

આજે વિધિવત પૂજન અર્ચન બાદ સતત દસ દિવસ ગણપતીના દશઁન ખુલ્લા મુકવામા આવ્યા છે અને આ દસ દિવસ દરમિયાન દરરોજ સવાર-સાંજ મહા આરતી,ભજન,ધૂન સહિતના કાયઁક઼મો યોજાશે. ઉપરાંત,ગાયત્રીનગર,જીવાપરા સહિતના વિસ્તારમા ગણેશ પંડાલ ઉભા થયા છે તેમજ અનેક ગામડે ગણપતીબાપાના સ્થાપન કરી ભાવપૂવઁક વિઘ્નહતાઁની આરાધના કરવામા આવી રહી છે.

- text