મોરબીમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વ્યસન મુક્તિ માટેના હર્બલ માવાએ જમાવ્યું ભારે આકર્ષણ

- text


૬૭ ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શાળાના ૧૩૪ વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કર્યા અવનવા પ્રોજેકટ : ૪ હજારથી વધુ લોકોએ નિહાળ્યું પ્રદર્શન

મોરબી : મોરબીમાં ઉમા વિદ્યા સંકુલ ખાતે વિવિધ વિભાગોના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૬૭ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના ૧૩૪ વિદ્યાર્થીઓએ વિવિધ લોકઉપયોગી પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ પ્રોજેકટમાં વ્યસન મુક્તિ માટે ૧૩ ઔષધીના ઉપયોગથી બનાવવામાં આવેલ હર્બલ માવાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

ઉમા વિદ્યા સંકુલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી, શંકરલાલ શાસ્ત્રી વિકાસ સંકુલ તથા ઉમા વિદ્યા સંકુલ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. દવેના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિકની ૬૭ સ્કૂલોના ૧૩૪ વિદ્યાર્થીઓએ લોકોપયોગી ૬૭ પ્રોજેકટ રજૂ કર્યા હતા.માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એમ બે વિભાગમાં યોજાયેલા આ ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં માધ્યમિકના ૫૨ અને ઉચ્ચ માધ્યમિકના ૧૩ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા.

જેમા ઉચ્ચ માધ્યમિક વિભાગમાં તજ, લવિંગ, જટી મધ, એલચી, લીંબૂનો રસ, ગ્લિસરીન સહિત ૧૩ ઔષધિઓથી વ્યસનમુક્તિ માટે બનાવાયેલ હર્બલ માવો, કૃષિ ઉપયોગી રોબોટ, રેક્યુમ ટાંકી, સોલાર કુકર, ગટરના ગંદા પાણીના સિસાયકલિંગ, લાઈફાઈ સિસ્ટમ, સંકટ સમયે હવા ભરવાના પંપ સહિતના ૧૩ જેટલા પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા.

- text

જ્યારે માધ્યમિક વિભાગમાં સીરામીકના ભંગારમાંથી રસ્તો બનાવવો, કચરાનો ફરીથી ઉપયોગ, દરિયાના પાણીને ઓઈલથી છૂટું પાડવું, વૈશ્વિક સમસ્યાના નિરાકરણ, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ડીઝલ બનાવવું, સોલાર કાર સહિતના ૫૨ પ્રોજેકટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. આ તકે પ્રોજેકટ કન્વીનર નરેશભાઈ સાણજા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, અતુલભાઈ પાડલીયા, મહેશભાઈ સાદરિયા અને હિતેશભાઈ સોરીયાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉપરાંત યોગ અને વિજ્ઞાનનો સંગમ કરતું યોગાસન ડેમોસ્ટ્રેશન ઉમા વિદ્યા સંકુલના બાળકો અને યોગા ટીચર તરુંણભાઈએ રજુ કરી સૌ કોઈ વિદ્યાર્થીઓને એક ચિત જોતા કરી દીધા હતા તથા શિક્ષણ અધિકારી દવે, ધાર્મિષ્ઠાબેન, રાણીપાસર તથા શાળા સંચાલકમંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા ઉપસ્થિત રહ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અલગ અલગ શાળાઓમાંથી કુલ ૬૮ જેટલી કૃતિઓ રજુ કરી હતી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો કુલ ૪૦૦૦ થી પણ વધુ ગણિત વિજ્ઞાન પ્રેમીઓ, વાલીઓ, અને વિદ્યાર્થીમિત્રોએ લાભ લીધો હતો. સંચાલકમંડળ અને શિક્ષકમિત્રો અને વાલીગણએ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે શિક્ષકસ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી તે માટે શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અધારા અને પ્રિન્સિપાલ હિતેષભાઈ સોરીયા તમામનો આભાર માન્યો હતો.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો..

- text